HALOLPANCHMAHAL

જાંબુઘોડા તાલુકા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ખેડૂત મંડળની ચૂંટણીમાં ભાજપાના 10માંથી 10 ઉમેદવારનો ભવ્ય વિજય

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ

તા.૧૬.૧.૨૦૨૪

જાંબુઘોડા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ માં ખેડૂત મંડળની સામાન્ય ચૂંટણીમાં મંગળવાર નાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતગણતરી કરવામાં આવી હતી.જેમાં ખેડૂત મંડળની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસ ની બહુમતી હોવા છતાં કોંગ્રેસ પેનલની કારમી હાર અને ભાજપા પેનલ નો ઝળહળતો વિજય થતા ભાજપા કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.જ્યારે જાંબુઘોડા તાલુકામાં સહકારી મંડળીઓમાં કોંગ્રેસની બહુમતી હોવા છતાં એક સમયના દિગ્ગજ કોંગ્રેસી ઉમેદવારો નો પણ કારમો પરાજય થયો હતો.આ ચૂંટણીમાં 26 જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા જેમાંથી 6 જેટલા ફોર્મ પરત ખેંચવામાં આવ્યા હતા.જેમાં બંને પેનલમાં 10 10 ઉમેદવારોએ ભાગ લીધો હતો જ્યારે આ ખેડૂત મંડળમાં 97 જેટલા મતદારોમાંથી 88 જેટલા મતદારોએ મતદાન કર્યું હતું જેની ગણતરી થતા તેમાં 3 વોટ રદ થયા હતા.જ્યારે 9 જેટલા મતદારોએ મતદાન કર્યું ન હતું.જ્યારે આજરોજ ચૂંટણી પ્રક્રિયામાં મતગણતરી થતાં ભાજપ તરફી મતદાન વધુ નીકળતા ભાજપ પેનલનો ભવ્ય વિજય થયો હતો.આ સામાન્ય ચૂંટણીમાં ભાજપનો ઝળહળતો વિજય થતા કોંગ્રેસમાં હડકપ મચી જવા પામી હતી.જ્યારે મતગણતરી માં વિજય ઉમેદવારો જાહેર થતાં જ વિજેતા ઉમેદવારો તેમજ તેમના સમર્થકો દ્વારા ડીજે મંગાવી ફટાકડા ફોડીઆતસબાજી કરી જય શ્રી રામના નારા સાથે વિજય સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું.આ ચૂંટણીમાં વિજેતા ઉમેદવારો ને આ મતવિસ્તારના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર તેમજ જિલ્લા ભાજપ મહામંત્રી મયંકકુમાર દેસાઈ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

[wptube id="1252022"]
Back to top button