
રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૪.૨.૨૦૨૪
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના બોરીયા ગામે માનવ વસ્તીમાં આવી ચડેલ રીંછ સીસીટીવી માં કેદ થયેલ જોવા મળતા રીછ રાત્રિના સમયે ગામમાં આવી જતાં ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.ઘોઘંબા તાલુકાના બોરીયા ગામમાં રીછ આવી ચઢયુ હોવાની વાત તાલુકામાં પ્રસરી જતા લોકોમાં ભયનો માહોલ જોવા મળતો હતો.સામાન્ય રીતે ઘોઘંબા પંથકમાં દીપડાઓની સંખ્યા જોવા મળે છે રીછ ક્યારેક જોવા મળતું હોવાનું વન વિભાગ તરફથી જાણવા મળે છે.જોકે સ્થાનિક લોકો આ પ્રકારે રીંછ ઘણી બધી વાર જોવા મળતું હોવાનું જણાવી રહ્યા છે.જોકે ઘોઘંબા પંથકમાં માનવ વસ્તીમાં રીંછની હાજરી અંગે વન વિભાગના અધિકારીઓને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે આ વિસ્તાર દેવગઢબારિયા ના રતનમહલ અભયારણ્ય ની બિલકુલ નજીકમાં આવેલ હોય અને રતનમહલ રીછોના વસવાટ માટે સાનુકૂળ વાતાવરણને લઈને અભ્યારણ તરીકે પ્રચલિત છે. ક્યારેક રીંછ આ વિસ્તારમાં ટીમરુ,વાસ તેમજ બોર જેવા રીછને સાનુકૂળ ખોરાક માટે ના વૃક્ષો નું ઘનઘોર વન આવેલું હોવાથી આ વિસ્તારમાં રીંછ ક્યારેક આવી જતા હોવાનું જણાવી રહ્યા છે.જોકે સીસીટીવી કેમેરામાં કેદ થયેલ આ રીછ એકલું હતું કે અન્ય પણ રીછો હતા. તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.આ બાબતે વન વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ ઘોઘંબા વિસ્તાર દિપડાઓના સાનુકૂળ વાતાવરણને લઈને આ પંથકમાં દીપડાઓની વિશે સંખ્યા હોવાનું જણાવી રહ્યા છે.જયારે ઘોઘંબા તાલુકા ના બોરીયા ગામે માનવ વસ્તીમાં આવેલ રીંછ સીસીટીવી માં કેદ થયેલ જોવા મળતા આ વિસ્તારના લોકો માં ચર્ચાનો વિષય ની સાથે ભયનો માહોલ છવાઈ ગયો છે.










