GHOGHAPANCHMAHAL

કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી કોલેજ,ગોધરા ખાતે ખેડૂત તાલીમ કાર્યક્રમ યોજાયો

૪૦ ખેડુતોએ ઉપસ્થિત રહીને “પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્રોતનું બાગાયતી પાકોમાં મહત્વ” વિષય પર તાલીમ મેળવી
___

આણંદ કૃષિ યુનિવર્સિટી સંચાલિત કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી કોલેજ,ગોધરા ખાતે “Advanced Center for reasearch and Trainers Training On Agricultural Engineering Based interventions” યોજના અંતર્ગત રિન્યુએબલ એનર્જી એન્જિનિયરિંગ વિભાગ અને “HRT-2 યોજના” નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી,દાહોદના સંયુકત ઉપક્રમે “પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્રોતનું બાગાયતી પાકોમાં મહત્વ” વિષય પર એક દિવસીય ખેડૂત તાલીમનું આયોજન કરાયું હતું.

સદર ખેડૂત તાલીમ કાર્યક્રમનું આયોજન કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી કોલેજ, ગોધરાના આચાર્ય અને વિદ્યાશાખા અધ્યક્ષશ્રી ડૉ.આર.સુબ્બૈયાહના માર્ગદર્શન હેઠળ કરાયું હતું. તેમના દ્વારા તાલીમાર્થીઓને પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્રોતોથી ચાલતા જુદા-જુદા સાધનો જેવા કે સોલર પમ્પિંગ,લાઈટીંગ સિસ્ટમ, સોલાર ડ્રાયર, બાયોચાર અને બાયોમાસનું વ્યવસ્થાપન કેવી રીતે કરી શકાય તેના માટે ઉપયોગમાં લેવાતી જુદી જુદી પદ્ધતિઓનો બાગાયતી ખેતીમાં ઉપયોગ કેવી રીતે કરીને બાગાયતી પાકોનું ઉત્પાદન કેવી રીતે વધારી શકાય અને કેવી રીતે ખેડૂત તેની આવક વધારી શકે તે અંગે ઉપસ્થિત ખેડૂતોને માહિતી અપાઈ હતી.

આ પ્રસંગે ઉપસ્થિત ડૉ. ડી.કે.વ્યાસ, સહ પ્રાધ્યાપક દ્વારા ખેડૂતોને સોલરથી ચાલતા જુદા-જુદા સાધનોનો ઉપયોગ બાગાયતી પાકોમાં કેવી રીતે કરી શકાય અને ઈજ.જે.શ્રવણ કુમાર,મદદનીશ પ્રાધ્યાપક દ્વારા સોલર ડ્રાયરની મદદથી ઉચ્ચ કિંમત ધરાવતા બાગાયતી પાકોની સૌર ઉર્જાથી સુકવણી કેવી રીતે કરવી અને ખેડૂતની આવકમાં વધારો કેવી રીતે થાય તેના વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ તાલીમમાં દાહોદ જિલ્લાના દેવગઢ બારિયાના રેબારી ગામના ૪૦ ખેડુતોએ ઉપસ્થિત રહીને માર્ગદર્શન મેળવ્યું હતું.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button