BANASKANTHAPALANPUR

ડીસા તાલુકાના માલગઢમાં ભજન સંધ્યા યોજાઈ

31 માર્ચ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

ડીસા તાલુકાના માલગઢ ગામની સ્કૂલવાળી ઢાણીમાં વિદ્યમાન જગતની જાગૃત જગદંબા ચોસઠ જોગણીયાં માતાજીના દિવ્ય દરબારમાં ભજન સંધ્યા યોજાઈ હતી.અર્જુન તેજાજી સોલંકીએ ભજન સંધ્યાની શુભ શરૂઆત ગણપતિ વંદના વડે કરી હતી.ત્યારબાદ ગુરુ મહિમા માતાજી ભેરૂજી ખેતલાજી હનુમાનજી અને રામદેવપીરના ભજનો પ્રસ્તુત કરાયા હતા.ભજન સંધ્યાનો આબાલ વૃદ્ધ સૌકોઈ શ્રદ્ધાળુઓએ લ્હાવો લીધો હતો.અહીં દર અજવાળી ચૌદસે ભજન સંધ્યા હોય છે અને છેલ્લા ત્રણ વર્ષથી ચૈત્ર મહિનામાં નવેનવ દિવસ ભજનોની રમઝટ જામે છે એમ જોગમાયા યુવા પ્રગતિ મંડળના સભ્ય ધર્મેન્દ્ર સુંદેશાએ જણાવ્યું હતું.આ માહિતી આપતાં વિનોદભાઈ બાડીવાલા એ જણાવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button