વ્યાસડા ગામનાં અધુરા કામોથી ગ્રામજનોની પરિસ્થિતિ કફોડી બની.સાક્ષર ગામમાં સ્વચ્છતાનો અભાવ.

તારીખ ૨૧ જૂન
વાત્સલ્યમ્ સમચાર
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાનાં છેવાડે આવેલ નાનકડા વ્યાસડા ગામમાં ૭૦૦ મકાનો આવેલા છે. જેમાં અંદાજીત ૨૦૦૦ લોકો વસવાટ કરે છે. ગામમાં મોટાં ૫૦ % શિક્ષક લોકો છે. પરંતું ગામની પરિસ્થિતિ જોવામાં આવે તો ગામનાં જાહેર રસ્તાઓ, પશુઓ માટે ઊભી કરેલ પાણીની વ્યવસ્થા, સરકારની યોજનાં દ્વારા બનાવેલ શૌચાલય, આવાસનાં લાભો થી કેટલાક લોકો વંચિત તેમજ વિકાસનાં કામો અધુરા હોવાનાં કારણે ગ્રામ જનોને મુશ્કેલી ની પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે. વ્યાસડા ગામમાં પ્રવેશતાં ખખડધજ રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ જતાં ગંદાપાણીની દેહશત ફેલાઈ ગઈ છે. કાલોલ તાલુકામાં મોટું નામ ધરાવતાં વ્યાસડા ગામમાં અધુરો વિકાસ જોવા મળી રહ્યો છે. જેના કારણે ગ્રામજનોની પરિસ્થિતિ કફોડી બની છે. વિકાસના કામોના નાણાનો પુરતો ઉપયોગ છતાં ગ્રામજનોની કફોડી પરિસ્થિતિ.
વ્યાસડા ગ્રામ પંચાયત પાસે બનાવેલ શૌચાલય માત્ર શોભાનાં ગાંઠિયા સમાન છે. પરિસ્થિતિ જોવા જઈએ તો બારણાંઓ તુટી જતાં પોલમપોલ પાણીની પાઈપ લાઈન હોવાં છતાં પાણી ની સગવડન હોવાને કારણે સ્વચ્છતાનો અભાવ જોવા મળી રહ્યો છે. શૌચાલય પર પાણીની પાઈપ લાઈન ટાંકી વિના કપાયેલાં વૃક્ષનાં ઠુંઠા જેવી પરિસ્થિતી જોવા મળી રહે છે.વ્યાસડા ગામની બહાર ગામનાં પશુ પક્ષીઓ માટે ઊભી કરવામાં આવેલ પાણીની વ્યવસ્થા માટે બનાવેલ હવાડાની આસપાસ ગંદકીની દહેશત સેવાઇ રહી છે. તદુપરાંત હવાડાની સમય સર સફાઈ કરવામાં ન આવતા પશુઓ માટેનું પાણી પણ ગંદુ ભરાયેલ હોવાને કારણે પશુઓમાં પણ રોગચાડો ફાટી નીકળે તેવી જોવા મળી રહી છે. પાણી માટે મુકવામાં આવેલ વોટરવર્ક્સનાં ટાકાવગરનાં ફાઉન્ડેશન જોવા મળી રહે છે. વ્યાસડા ગામમાં આજે પણ નળીયા અને પતરાનાં તો કેટલાક મકાનો જોવા મળે છે. તદુપરાંત ગામમાં શિક્ષિત વર્ગ હોવા છતાં પુરતો સરકારી યોજનાનો લાભ ન મળતા મકાનો ઈંટોના સહારા પર જોખમી જોવા મળી રહ્યા છે ગામમાં મોટા ભાગના લોકોને આવાસ યોજનાનો લાભનાં મળતાં ગામની શેરીઓમાં કાચા મકાનો આજે પણ જોવા મળે છે.










