KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ માં સૈયદના ઈમામે જાફર અને સૈયદના અમીરે મુઆવીયા ના ઉર્સની ઉત્સાહભેર ઉજવણી કરાઇ

તારીખ ૦૪/૦૨/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ નગરમાં નુરાની ચોક જુમ્મા મસ્જીદ પાસેથી હઝરત સૈયદના ઈમામે જાફર રદીઅલ્લાહો તાઆલા અન્હુ અને હઝરત સૈયદના અમીરે મુઆવીયા રદીઅલ્લાહો તાઆલા અન્હુ ના ઉર્ષની ઉજવણીની અંતર્ગત શનિવારના રોજ કાલોલ અઝીમી ફેન્ડ સર્કલ દ્રારા ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટીસંખ્યામાં લોકોની ઉપસ્થિતમાં બાઇક રેલી સાથે જુલૂસ શનિવારના રાત્રીના ૯:૩૦ વાગે જુમ્મા મસ્જીદ પાસેથી નીકળી નગરના મુખ્ય બજાર થઈ વિવિધ માર્ગો પરથી પસાર થઇ જુલૂસ પરત નુરાની ચોકમાં આવી પહોંચ્યો હતો જેમાં જીક્રરે હજરત સૈયદના ઈમામે જાફર રદીઅલ્લાહો તાઆલા અન્હુ અને હઝરત સૈયદના અમીરે મુઆવીયા રદીઅલ્લાહો તાઆલા અન્હુ સાથે સલાતો સલામ પછી દુવા મોલાના શીબતૈનરઝા અશરફી દ્રારા માગી જુલુસ સભાના રૂપમાં ફેરવાયુ હતુ.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button