અયોધ્યામાં ભગવાન શ્રીરામ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાના મહા મહોત્સવ નિમિત્તે કલરવ શાળામાં યોજાયા વિવિધ કાર્યક્રમો.

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૨૨.૧.૨૦૨૪
આજ રોજ હાલોલ નગરમાં આવેલ સુપ્રતિષ્ઠિત કલરવ શાળામાં અયોધ્યામાં શ્રી રામમૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાના મહા મહોત્સવ નિમિત્તે શાળામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે જેમાં સવારે પ્રભાત ફેરી અને શાળામાં નાના ભૂલકાઓ દ્વારા વિવિધ કાર્યકમો રજૂ કરવામાં આવ્યા હતા.હાલોલ નગરમાં આજરોજ સવારે ૯:૦૦ કલાકે કંજરી રોડ ની દરેક સોસાયટીમાં પ્રભાત ફેરી ના સ્વરૂપે રેલીનું આયોજન કરવામાં આવેલ જેમાં ધોરણ 6 થી 9 અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ તથા વાલીઓ, માર્ગમાં આવતા નગરજનોએ, baps સ્વામીનારાયણ મંદિર દ્વારા રેલીનું ભવ્ય સ્વાગત કરીને બાળકોને પ્રસાદી રૂપ ચોકલેટ, બિસ્કીટ, સિંગ ચણા, કોલ્ડ્ડ્રિંકસ, આઇસ્ક્રીમનું વિતરણ કરવામાં આવ્યું હતું.જે બદલ શાળા પરિવાર સૌનો હ્રદય થી આભાર વ્યક્ત કરે છે. આ પ્રસંગે શાળાના શિક્ષકો સ્વયંસેવક રૂપે હાજર રહેલા સૌ વિદ્યાર્થીઓનો પણ ઘણો જ સારો સહકાર પ્રાપ્ત થવાથી આ ધાર્મિક રેલીને અદભુતપૂર્વક સફળતા મળેલ છે .આ ઉપરાંત શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરેલ જેમાં ઘણા જ વિદ્યાર્થીઓએ પોતાની સુંદર કૃતિઓ રજૂ કરી છે અને ઉત્કૃષ્ટ દેખાવ કરીને પોતાનું યોગદાન આપ્યું છે. શ્રી રામચંદ્રજીની પ્રાણ પ્રતિષ્ઠાના શુભ અવસરે સૌ કોઈ વિદ્યાર્થીઓ, શિક્ષક ગણ તથા સૌ વાલીઓનો સહયોગથી આ કાર્યક્રમને ભવ્ય સફળતા મળેલ છે.










