તા.૮/૧/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના દેશમાંથી વર્ષ ૨૦૨૫ સુધીમાં ટી.બી. રોગનું નિર્મૂલન કરવા માટેના હેતુને સિદ્ધ કરવા માટે ટી.બી.ના ૧૦૦ દર્દીઓને પૌષ્ટિક આહાર કીટ અપાશે.
ટી.બી.ની દવાઓ સાથે પૌષ્ટિક આહાર લેવો જરૂરી છે. હાલ રાજકોટમાં જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા ટી.બી.ના જરૂરિયાતમંદ દર્દીઓને સ્થાનિક દાતાઓના સહયોગથી નિયમિતરૂપે પોષણ કીટ અપાય છે. જેના ભાગરૂપે તા. ૦૯ જાન્યુઆરી, ૨૦૨૪ને મંગળવારે બપોરે ત્રણ કલાકે જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતે ટી.બી.ના ૧૦૦ દર્દીઓને પોષ્ટીક આહાર કીટ આપવામાં આવશે, તેમ જિલ્લા ક્ષય અધિકારીની કચેરી દ્વારા યાદીમાં જણાવાયું છે.
[wptube id="1252022"]








