HALOLPANCHMAHAL

હાલોલમાં વર્ષો જૂની ઇનસ્યુરન્સ કંપનીની ઓફિસ બંધ કરવાની નોટિસથી ગ્રાહકો અટવાયા

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ

તા.૪.૮.૨૦૨૩

હાલોલમાં બરોડા રોડ પર આવેલ ઓરિએન્ટલ ઇંસ્યુરન્સ કંપની લિમિટેડ ની બિઝનેસ ઓફિસ છેલ્લા 20 વર્ષથી કાર્યરત છે અચાનક કંપનીના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ ઓફિસ નું કામકાજ તારીખ 28/ 08/ 2023 થી બંધ કરી દેવાની નોટિસ બોર્ડ પર લગાવતા કંપનીના પોલિસી ગ્રાહકોમાં તીવ્ર લાગણી વ્યાપી છે.વર્ષે દહાડે કરોડો રૂપિયાનો પ્રીમિયમ હાલોલ તાલુકા સહિત આજુબાજુના વડોદરા પંચમહાલ જિલ્લાના ગામડાના વાહન ચાલકો અને મેડિકલ પોલીસીના ગ્રાહકો ભરે છે. કંપનીની ઓફિસ નો નિભાવ ખર્ચ માત્ર બે કર્મચારીનો છે એક ઓફિસ અધિકારી અને પ્યુન તથા ઓફિસ નું ભાડું માત્ર છ થી સાત હજાર જેટલું છે ત્યારે કંપનીના તંત્ર વાહકો દ્વારા તગલકી નિર્ણય લઇ કરોડો રૂપિયાનું પ્રીમિયમ ખાનગી કંપનીઓના ખોળામાં નાખી દેવાના ષડયંત્રની ગંધ આવ્યા વિના રહેતી નથી અત્યારે ખાનગી વીમા કંપનીઓ ઘેર બેઠા પ્રીમિયમ ઉઘરાવવાની સગવડ આપી રહી છે.ત્યારે આ સરકારી વીમા કંપનીમાં ગ્રાહકો જાતે ઓફિસમાં આવીને પ્રીમિયમના ચેકો આપી જાય છે અને કંપનીના એજન્ટો પણ મહેનત કરી રહ્યા છે. લાગે છે કે કંપનીના ઊંચા અધિકારીઓ કયા આધારે આ કરોડ રૂપિયાનું પ્રીમિયમ જતું કરવા અને કંપનીને ખૂબ મોટું આર્થિક નુકસાન થાય તેઓ નિર્ણય એકાએક કેમ લેવામાં આવ્યો? શું ખાનગી કંપનીના હાથે આ નિર્ણય લેનાર કંપનીના અધિકારીઓ વેચાઈ ગયા છે. એવી લોક ચર્ચાઓ ઊઠવા પામી છે.બીજી એક સરકારી વીમા કંપની હાલોલ થી ત્રણ કિલોમીટર દૂર ધમધમતી હોય અત્યંત ઓફિસ ચલાવતી હોય અને તેનું પ્રીમિયમ ઓરીએન્ટલ કંપની કરતાં ઘણું ઓછું મેળવતી હોય તો પછી ઓરિએન્ટલ કંપનીની ઓફિસ શેના કારણે બંધ કરવામાં આવે છે તે અંગે ઉચ્ચ કક્ષાએ સરકારમાં અને દિલ્હી ખાતે રજૂઆતો લેખિત માં કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. જો ઓફિસ બંધ થાય તો તેના વીમા ગ્રાહકો પ્રીમિયમ ભરવા ક્યાં જશે? આજે ગ્રાહકો રાજા છે અને તેઓ કઈ વડોદરા સુધી લાંબા નહીં થાય હાલોલમાં જ ખાનગી કંપનીઓની ઓફિસો ધમધમે છે તેઓના એજન્ટો પણ આ કંપનીના ડેટાઓ લઈને ગ્રાહકોના ઘેર ઘેર જાય છે ત્યારે ઓરિએન્ટલ વીમા કંપની પોતાની કરોડ રૂપિયાની વીમા પ્રીમિયમની આવક શા માટે ગુમાવવા તૈયાર થઈ છે તે સમજાતું નથી જો સરકારી કંપનીઓનો આવો જ વહીવટ રહ્યો તો આ કંપનીઓને મોટું નુકસાન જશે અને હવે નિવૃત થનાર કંપનીના કર્મચારી અધિકારીઓને તેમના નીકળતા લાભોના રૂપિયા પણ ચૂકવી શકશે નહીં એ ચોક્કસ છે આ વાત સમજાવી જતા કેટલાક અધિકારીઓ નિવૃત્તિના સમય કરતા વહેલી નિવૃત્તિ લઈને રાજીનામાં આપી રહ્યા હોવાનું જાણવા મળે છે ત્યારે કંપની ની રાજ્ય કક્ષાની વહીવટી કચેરી દ્વારા આ તગલગી નિર્ણય તાત્કાલિક પાછો ખેંચાય એ કંપનીના વિશાળમાં છે બિન સત્તાવાર રીતે જાણવા મળે છે કે વડોદરા ડિવિઝનમાં આવી 8 થી 10 ઓફિસો બંધ કરીને કંપનીને આર્થિક નુકસાન ના ખાડામાં ઉતારી ખાનગી કંપનીઓને આર્થિક લાભ કરી આપવા ના કાવતરાનું એક ભાગ તો આ ઓફિસો બંધ કરવાના નિર્ણય અંગે નથી ભજવાઇ રહ્યો ને એવી ચર્ચાઓ કંપનીના વીમા ગ્રાહકોમાં ચર્ચા પણ રહી છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button