GUJARATJETPURRAJKOT

લેન્ડ ગ્રેબીન્ગ કમિટી સમક્ષ મુકાયેલા ૪૧ કેસો પૈકી ૮ કેસમાં એફ.આઈ.આર. દાખલ કરવાનો નિર્ણય કરાયો

તા.૯/૮/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલી લેન્ડ ગ્રેબિન્ગ કમિટીની બેઠક

રાજકોટ જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોષીના અધ્યક્ષસ્થાને જિલ્લા લેન્ડ ગ્રેબિન્ગ કમિટીની બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં રજૂ કરાયેલા ૪૧ કેસો પૈકી ૮ કેસમાં સંબંધિતો સામે એફ.આઈ.આર. દાખલ કરવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં શહેર વિસ્તારના ૪ અને ગ્રામ્ય વિસ્તારના ૪ કેસનો સમાવેશ થાય છે.

ગુજરાત લેન્ડ ગ્રેબીન્ગ એક્ટ-૨૦૨૦ અન્વયે રજૂ થયેલ અરજીઓ બાબતે નિર્ણય લેવા માટે આજે કલેકટર કચેરીના સભાખંડમાં યોજાયેલી આ બેઠકમાં તપાસનીશ અધિકારીઓએ તપાસ કરીને અહેવાલ રજૂ કર્યો હતો. જે મુજબ સમિતિ સમક્ષ રજૂ કરાયેલા કુલ ૪૧ કેસો પૈકી ૨૭ કેસો દફતરે કરવામાં આવ્યા હતા. તથા ૬ કેસો પેન્ડિંગ રાખવામાં આવ્યા હતા.

આ બેઠકમા પોલીસ કમિશનરશ્રી રાજૂ ભાર્ગવ,જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી, અધિક નિવાસી કલેકટરશ્રી એસ.જે.ખાચર, પ્રાંત અધિકારી શ્રી સંદિપ વર્મા, તેમજ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button