

26 ડિસેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
ગામ સોની ના પરમાર વાસમાં ” તારીખ 24 ડિસેમ્બર ના અજય જાગૃતિ ટ્રસ્ટ – સોની ” દ્વારા આયોજિત બાલવાટિકા , ધો.૧ ના ભૂલકાઓને તેમજ તેજસ્વી તારલાઓ તથા વર્ષ ૨૦૨૩ માં નવીન નોકરી મેળવનાર ભાઈ/બહેનોને સન્માનવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં અજય જાગૃતિ ટ્રસ્ટ – સોની ના પ્રમુખ અજય બી. એદલિયા એ મહેમાનોને શાબ્દિક આવકાર્યા અને સાલ ઓઢાડી સન્માન કરેલ. નાના ભૂલકાઓને સ્કૂલ બેગ, પેન, ચિત્રલેખા ચોપડી,નોટબુક આપી સન્માન કર્યું. તેજસ્વી તારલાઓ,નોકરી મેળવનાર ભાઈ/ બહેનને “સન્માન પત્ર અને સીલ્ડ” આપી સન્માન કર્યું. સમારંભના અધ્યક્ષ ભરતભાઈ એન.ચૌધરીએ બાળકોને વ્યસનથી મુક્ત રહેવું તેવી શુભેચ્છાઓ આપી.સમારંભનું સંચાલન કરનાર બાબુભાઈ એચ. પરમાર બાળકોને શિક્ષણમાં આગળ આવી રોહિત સમાજનું નામ રોશન કરવું.મુખ્ય મહેમાન આનંદ પરિવારના સભ્ય દીપકભાઈ રાણપુરા, જયંતીભાઈ ટી. ચૌધરી,નાગજીભાઈ એચ.પરમાર,સોની પ્રા.શાળાના આચાર્ય અશોકભાઈ ચૌધરી , કુરશીભાઈ એચ.પરમાર,ભરતભાઈએ શુભેચ્છાઓ આપી.બાબુભાઈ એચ.પરમાર મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો.









