BANASKANTHAGUJARATPALANPUR

તાલુકા કક્ષાની 75 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી પાલનપુર તાલુકાના સાસમ ગામે મામલતદાર ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ 

1 ફેબ્રુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો

તાલુકા કક્ષાની 75 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી પાલનપુર તાલુકાના સાસમ ગામે મામલતદાર પાલનપુર ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ આ કાર્યક્રમ માં પ્રાથમિક શાળા તથા હાઇસ્કુલ ના વિદ્યાર્થીઓ એ દેશ ભક્તિ ના સુંદર કાર્યક્રમો રજૂ કર્યા. આ પ્રસંગે મામલતદાર શ્રી એસ બી પ્રજાપતિએ ઉપસ્થિત જનમેદની તથા બાળકો ને આઝાદી ની ચળવળ માં દેશભક્તો ના યોગદાનને યાદ કરવા તથા રાષ્ટ્રીય ગૌરવ જાળવવા અપીલ કરી સૌને ૭૫માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે શુભકામના પાઠવી હતી. આ પ્રસંગે મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, તાલુકા આરોગ્ય અધિકારી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સહિતના અધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. સાસમ ગામના સરપંચ તથા શાળા, હાઇસ્કુલ ના શિક્ષક પરિવાર અને ગામ આગેવાનો એ કાર્યક્રમ ને સફળ બનાવવા ખૂબ સરસ આયોજન કર્યું હતું.આ કાર્યક્રમ માં મામલતદારશ્રી ના હસ્તે શ્રેષ્ઠ શિક્ષક, શ્રેષ્ઠ સેક્ટર અધિકારી, શ્રેષ્ઠ બીએલઓ, આરોગ્ય ક્ષેત્રે સારી કામગીરી કરનાર અધિકારીઓ નું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.

 

 

[wptube id="1252022"]
Back to top button