GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ મુકામે આવેલ શ્રી શાંતિનિકેતન એજ્યુકેશન ટ્રસ્ટ ના કર્મીને નોકરીમાં પુનઃસ્થાપિત કરવા મજુર અદાલત નો આદેશ

તારીખ ૨૯/૦૨/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

પંચમહાલ જિલ્લાના કાલોલ મુકામે હાલોલ ગોધરા હાઈવે રોડ શામળદેવી મુકામે આવેલ શ્રી શાંતિનિકેતન એજ્યુકેશન ટ્રસ્ટ માં તારીખ ૧/૭/૯3 થી પટાવાળા તરીકે ફરજ બજાવતા અરવિંદભાઈ સવજીભાઈ બારોટ ને સંસ્થા દ્વારા તારીખ ૧૩/૧૨/૧૮ ના રોજ નોકરીમાંથી ગેરકાયદેસર રીતે મજુર કાયદાની જોગવાઈઓનું ઉલ્લંઘન કરી છુટા કરી દેવામાં આવેલ જે બાબતે અરજદારે ગુજરાત સ્ટેટ લેબર ફેડરેશન ના પ્રમુખ એ.એસ ભોઈ નો સંપર્ક કરી તેમને થયેલા ન્યાય બાબતે સંસ્થાને નોટીસ આપી અરજદારને પડેલા દિવસોના પગાર સાથે મૂળ જગ્યાએ પુનઃ સ્થાપિત કરવા ની જાણ કરેલ પરંતુ સંસ્થા તરફથી કોઈ યોગ્ય પ્રત્યુતર ન મળતા. ફેડરેશને ઔદ્યોગિક વિવાદ ધારા ૧૯૪૭ ની કલમ ૧૦ (૧) હેઠળ કાનૂની કાર્યવાહી અર્થે મજૂર અદાલત ગોધરા સમક્ષ વિવાદ રેફરન્સ કરાવેલ જે કેસ કામે અરજદારે સંસ્થામાં વફાદારી પૂર્વક કરેલી કામગીરી બાબતે મજૂર અદાલત ગોધરા સમક્ષ લેખિત નિવેદન રજૂ કરે છે જે નિવેદન માં જણાવેલ તમામ હકીકતો પુરવાર કરવા ફેડરેશનના પેનલ એડવોકેટ સીતેશ એ ભોઈ તથા વૈભવ આઈ ભોઈ દ્વારા અદાલત સમક્ષ સંયુક્ત દલીલો કરતા મજુર અદાલત ગોધરાના ન્યાયાધીશ એચ એ મકા દ્વારા અરજદાર ને થયેલ અન્યાય બાબતે કેસમાં પડેલા પુરાવા આધારિત સંસ્થાનું અરજદારને નોકરીમાંથી છૂટા કરવાનું પગલું ગેરકાયદેસર ઠેરવી તેઓને તેમની મૂળ જગ્યાએ નોકરીમાં પુનઃસ્થાપિત કરવા તથા ₹૫૦૦૦/ ખર્ચ પેટે ચૂકવવાનો તથા દિન ૩૦ માં હુકમનું પાલન કરવા આંક ૨૩ થી તારીખ ૧૦/૧/૨૩/ ના રોજ હુકમ જારી કરેલ છે જે આદેશ થકી વર્ષોથી બેરોજગાર રહેલા કામદાર પરિવાર ના આનંદ છવાયો છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button