BANASKANTHAPALANPUR

કેશર બા જાડેજા વિદ્યા સંકુલ વડગામ દ્વારા વાર્ષિકોત્સવ યોજાયો

1 માર્ચ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

તાલુકા મથક વડગામ ખાતે કાર્યરત કેશર બા જાડેજા વિદ્યાસંકુલના ધોરણ 10 /12 ના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ તથા વાર્ષિકોત્સવ ગતરોજ બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિ સિંહ વાઘેલા ની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ અંંગે પુષ્કર ગૌસ્વામી એ જણાવ્યું હતું કે કાર્યક્રમના શુભારંભ માં સંસ્થના પ્રમુખડો.જશવંતસિંહ એમ જાડેજાએ સ્વાગત પ્રવચન કરી મહેમાનોને આવકાર્યા હતા. આચાર્ય પ્રદીપસિંહ કે ચૌહાણે સંસ્થાનો પરિચય તથા કાર્યક્રમની રૂપરેખા આપી હતી. આ પ્રસંગે પાણી પુરવઠા ગાંધી નગરના નાયબ મેનેજર મહિપત સી. બી. સોઢા, જયરાજસિંહ પરમાર , ડૉ.જીગર સિંહ જાડેજા, અનિરુધ્ધ સિંહ જાડેજા,ડો. અજય સિંહ દેવડા , તાલુકા ભાજપ પ્રમુખ પ્રવિણસિંહ રાણા ,ઉપ-પ્રમુખ બાલકૃષ્ણ જીરાલા, નાયબ ઈજનેર અજયસિંહ સોલંકી, સરપંચ પ્રવીણભાઈ પરમાર, સામાજિક કાર્યકર સતિષભાઈ ભોજક,પુવૅ.સરપંચભગવાન સિંહ સોલંકી, જિલ્લા પંચાયત ડેલીગેટ અશ્વીનભાઈ સક્સેના સહિત જિલ્લા તાલુકાના પદાધિકારીઓ, રાજકીય ,સહકારી આગેવાનો અધિકારીઓ, સામાજિક કાર્યકરો ,વાલીઓ ,ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કેશર બા જાડેજા વિદ્યાસંકુલના સ્ટાફગણે કાર્યક્રમ સફળ બનાવવા ભારે જેહમત હતી.

[wptube id="1252022"]
Back to top button