GUJARATHALOLPANCHMAHAL

હાલોલ: રામેશરા નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં હાથપગ ધોવા ઉતરેલ પૈકી એક કેનાલમાં ખાબકતા તેને બચાવવા પડેલ મિત્ર નું મોત

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ

તા.૨૮.૧૧.૨૦૨૩

મૂળ આંધ્રપ્રદેશ ના અને હાલ વાઘોડિયા ખાતે આવેલ એક ખાનગી યુનિવર્સીટીમાં રહી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આથી બે દિવસ પહેલા કોલેજમાંથી ગેટ પાસ લઇ પાવાગઢ દર્શન કરી કોલેજ ખાતે પરત ફરતા સમયે રસ્તામાં રામેશરા નજીક થી પસાર થતી નર્મદાની કેનાલમાં હાથપગ ધોવા ઉતરેલ વિદ્યાર્થી ને ડૂબતા જોતા સાથી મિત્ર તેને બચાવવા કેનાલમાં કૂદી પડેલ દરમ્યાન કેનાલમાં પહેલા પડી ગયેલ મિત્ર નો બચાવ થયો પરંતુ જે મિત્ર ને બચાવવા પડેલ યુવક કેનાલ ના પાણીમાં ગરકાવ થઇ જતા તેની એન.ડી.આર.એફ અને હાલોલ ફાયર ટીમ દ્વારા શોધખોળ કરતા બે દિવસ બાદ આજે મંગળવારના રોજ તેનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. બનાવ ને લઇ પોલીસે અકસ્માત મોત નો ગુનો નોંધી તપાસ હાથધરી છે.બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર તા. 26 નવેમ્બરના રોજ વાઘોડિયા ખાતે આવેલ એક ખાનગી યુનિવર્સીટીમાં રહી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વરુણકુમાર ઈશ્વરએયા મુતુલુરી ઉ.વ 20 મુ.રહે.રેગડી,પોસ્ટ કોતુરુ, જી.અનંતપુર (આંધ્રપ્રદેશ) ચરનતેજા નાગરાજુ કાટેપોંગુ ઉ.વ.19 રહે. કર્નલ પાશુપાલા વીલ તા.જી. કર્નલ (આંધ્રપ્રદેશ )તેમજ ચૈતન્ય,સાઈ અને અજય ભેગા મળી સવારે સાત વાગે યુનિવર્સીટી હોસ્ટેલ થી ગેટ પાસ લઇ ત્રણ મોટર સાઇકલ લઇ પાવાગઢ માતાજીના દર્શન કરવા ગયા હતા.નવ વાગ્યા ના સમયગાળામાં દર્શન કરી પરત રામેશરા કેનાલ વાળા રસ્તે પરત ફરી રહ્યા હતા.તે દરમ્યાન બપોરે વરસાદ ચાલુ હતો. જેથી કડાચલા પાસે સમધરપુરા પૂલ પાસે ઉભા રહ્યા હતા. ત્યારે વરુણ, ચરનતેજા, તેનાજ ચૈતન્ય ત્રણ જન કેનાલમાં હાથ પગ ધોવા કેનાલ માં ઉતર્યા હતા.તે સમયે વરુણ મુતુલુરી નો પગ લપસી પડતા તે કેનાલમાં પડી ગયો હતો જે થી બચવા માટે બૂમો પડતા સાથે આવેલ મિત્ર ચરનતેજા તેને બચાવવા કેનાલમાં કૂદી પડ્યો હતો. પરંતુ તેને તરતા આવડતું ન હતું જેથી તે પાણીમાં તણાયો હતો.આ બંને ની બચાવો ની બૂમો પાડતા કોઈ એ દોરડું કેનાલમાં નાખતા સૌ પ્રથમ કેનાલમાં પડેલ વરુણે તે દોરડું પકડી લેતા તેનો બચાવ થઇ ગયો હતો. પરંતુ તેને બચાવવા માટે પડેલ ચરનતેજા પાણીમાં તણાઈ ગયો હતો અને તે દેખાતો ન હોવાથી બનાવ સ્થળે દોડી આવેલ લોકો પૈકી કોઈએ પોલીસ ને જાણ કરતા તે ઘટના સ્થળે દોડી આવી તપાસ કરી ચરનતેજા ને શોધવા માટે હાલોલ ફાયર ફાઈટરની મદદ મેળવી હતી પરંતુ તેને શોધખોળ કરતા મળી ન આવતા એનડીઆરએફ ની મદદ મેળવી સતત ત્રણ દિવસ તપાસ કરતા આજે મંગળવાર ના રોજ તેનો મૃતદેહ મળી આવતા પોલીસે અકસ્માત મોત નો ગુનો નોંધી મૃતકનું હાલોલ રેફરલ હોસ્પીટલ ખાતે પીએમ કરાવી બનાવ ની જાણ થતા વતનથી દોડી આવેલ ચરનતેજા ના પરીવાર ને સોંપ્યો હતો બનેલ દુર્ધટના માં વિદ્યાર્થીનું મોત નિપજતા સાથી વિદ્યાર્થીઓમાં ભારે શોક ફેલાઈ ગયો હતો.

[wptube id="1252022"]
Back to top button