GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલના ડેરોલગામ નજીક અજાણ્યા ટેમ્પા ચાલકે બાઈકને અડફેટે લેતાં બાઇક ઉપર સવાર બે પૈકી એકનું મોત.

તારીખ ૧૮/૦૨/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના મલાવ દેવપુરા ગામ ખાતે રહેતા સુરેશભાઈ અંદરભાઈ પરમાર પોતાનુ હીરો કંપનીનું મોટર સાયકલ લઈને ડેરોલ ગામથી રામાપીરનો પાઠ પુરો કરી વહેલી સવારના સાડા ચારેક વાગ્યે દેવપુરા મલાવ જવા નીકળેલા તે દરમિયાન ભારત પેટ્રોલ પંપ પાસેથી પસાર થતા હતા ત્યારે ડેરોલ સ્ટેશન બાજુથી એક સફેદ ટાટા એસી જેવો ટેમ્પો(છોટા હાથી) નંબર જોવા મળેલ નહી આ અજાણ્યા ચાલકે પોતાનો ટાટા એસી ટેમ્પો બેફિકરાઈ અને ગફલતભરી રીતે પુરઝડપે હંકારી સુરેશભાઈની મોટર સાયકલ સાથે એક્સીડ્રન્ટ કરી સુરેશભાઈને જમણા હાથ તથા પગમાં તથા કમરની આગળના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા સુરેશભાઇ નું મોત નિપજ્યું હતું અને તેમની સાથે પાછળ બેઠેલા દીલીપભાઇ બળવંતભાઈ પરમારને એક્સીડન્ટ માં જમણા પગમા ફેક્ચર થયેલ હોય કાલોલ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરેલ છે જે અંગેની ફરિયાદ મરણજનાર સુરેશભાઇ નો છોકરો નરેન્દ્રકુમાર સુરેશભાઇ પરમારે કાલોલ પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button