GUJARATHALOLPANCHMAHAL

પાવાગઢ માંચીથી ભદ્રકાળી મંદિરે જવાના કાચા માર્ગ પર લોખંડની જાળીયો તેમજ લોખંડના દરવાજા લગાવી દરવાજાને તાળું મારી દેતા ભક્તો મુશ્કેલીમાં મુકાયા

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ

તા.૨૨.૨.૨૦૨૪

પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢના માંચી ડુંગર થી અંદાજિત દોઢ થી બે કિલોમીટર ના અંતરે આવેલ શ્રી ભદ્રકાળી માતાજી ના મંદિરે માંચી નજીકથી જવાનો ના કાચા માર્ગ માં લોખંડની જાળીયો તેમજ લોખંડના દરવાજા લગાવી દરવાજા ને તાળું મારી દેતા ભાવિક ભક્તોને જોખમી રીતે ઊંચા દરવાજા પર ચઢી ભદ્રકાળી માતાજીના દર્શને જવાની ફરજ પડે છે.જોકે સ્ત્રીઓ બાળકો તેમજ વૃદ્ધો આ રીતે જાળી ઓળંગી ન શકતા હોય ભદ્રકાળી માતાજીના દર્શનથી વંચિત રહેતા ભક્તોમાં નિરાશા સાથે રોષ જોવા મળી રહ્યો છે.પાવાગઢ ડુંગર પર બિરાજમાન જગત જનની માં કાલી ના દર્શને આવનાર ભક્તોમાંથી મોટી સંખ્યામાં ભક્તો માંચી નજીક રોપ વે સ્ટેશનથી અંદાજિત દોઢ બે કિલોમીટર ચાલીને ગયા બાદ આવતા આધ્યાત્મિક અને પૌરાણિક ભદ્રકાળી માતાજીના મંદિરે ભક્તો દર્શને જતા હોય છે.જ્યારે જાણવા મળતી માહિતી મુજબ અંદાજિત છેલ્લા ચાર પાંચ દિવસથી માચી થી ભદ્રકાળી મંદિર જવાના માર્ગ ના પ્રવેશ દ્વાર પર લોખંડની જાળીઓ તેમજ દરવાજો લગાવી તે દરવાજા પર સાંકળ લગાવી ખંભાતી તાળુ મારી દેતા માતાજીના ભક્તો મુંજવણ માં મુકાયા હતા.પરંતુ શ્રદ્ધા પૂર્વક માતાજીના દર્શન કરવાજ છે તેવા એમ સાથે ભક્તો ને ના છૂટકે જીવના જોખમે લોખંડ ની જાળી દરવાજો ઓળંગી મંદિર તરફ જવાની ફરક પડે છે.જોકે વૃદ્ધો તેમજ મહિલાઓ તેમજ બાળકો આ રીતે લોખંડની જાળી ઓળંગી શકતા ન હોય ભદ્રકાળી માતાજીના દર્શનથી વંચિત રહેવું પડતું હોય માઈ ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે.શ્રી ભદ્રકાળી માતાજીના મંદિર ખાતે સ્થાનિક લોકો મંગળવારના રોજ અચૂક જતા હોય છે.જ્યારે મહારાષ્ટ્ર તેમજ મધ્યપ્રદેશના માઇ ભક્તો માં કાલિકાના દર્શન બાદ માં ભદ્રકાળીના દર્શન અવશ્ય કરતા હોય છે.પાવાગઢ તેમજ આસપાસના લોકો મંગળવારના રોજ ભદ્રકાળી માતાજીના દર્શનાર્થે ગયા ત્યારે રસ્તો બંધ હોય મુખ્ય માર્ગ પર મૂકવામાં આવેલા ગેટ પર તાળું જોઈએ ભક્તોમાં નારાજગી સાથે આક્રોશ જોવા મળતો હતો.જોકે આ મંદિરે જવા માટે અન્ય એક માર્ગ છે તે વધારે લાંબો અને કાચો હોવાથી લોકો આ રસ્તો વધારે ઉપયોગ કરે છે.જોકે આ રસ્તા પર આવેલા દરવાજાને તાળું મારવા અને રસ્તો બંધ કરવા બાબતે સ્થાનિક પંચાયતના તલાટીને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે આ રસ્તો કોને બંધ કર્યો તે અંગે કોઈ માહિતી નથી.તેમ છતાં અમો તપાસ હાથ ધરીશું તેમ જણાવ્યું હતું.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button