
વિશ્વ રક્તદાન દિન નિમિત્તે ઝઘડિયા તાલુકાના મોટા સાંજા ગામ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
કેમ્પમાં આશરે ૩૦ જેટલ બ્લડ યુનિટ એકત્ર કરવામાં આવ્યા
આજરોજ વિશ્વ રક્તદાન દિન નિમિત્તે ઝઘડિયા તાલુકા ભરમાં વિવિધ સ્થળોએ રક્તદાન કેમ્પના આયોજન કરવામાં આવ્યા હતા, જેમાં અલગ અલગ બ્લડ બેન્ક ના સહયોગથી મોટાપાયે રક્તદાન થયું હતું, ઝઘડિયા તાલુકાના મોટાસાંજા ગામ ખાતે મોટાસાજાં ગ્રામ પંચાયત તથા આયુષ્યમાન આરોગ્ય મંદિર ના સંયુક્ત ઉપક્રમે અને યુનિટી બ્લડ બેન્કના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને સાથે ૩૦ જેટલા બ્લડ યુનિટ એકત્ર કરવામાં આવ્યા હતા, આ પ્રસંગે ગ્રામ પંચાયતના સરપંચ સાવિત્રીબેન રિજુભાઇ વસાવા ઉપસરપંચ જીતેન્દ્રસિહ રાઠોડ, તલાટી કમ મંત્રી નિલમબેન તથા આયુષ્યમાન આરોગ્ય મંદિરના સીએચઓ શાહીનબેન પઠાણ ઉપસ્થિત રહ્યા હતા
ઈરફાન ખત્રી
રાજપારડી