અખિલ ભારતીય દરજી મહાસભા પ્રદેશના જિલ્લા કારોબારી દ્વારા મધ્ય ગુજરાત કાર્યકર્તા સંમેલન યોજાયું

તારીખ ૧૧/૦૭/૨૦૨૩
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના વેજલપુર મુકામે સોની પંચની વાડીમાં અખિલ ભારતીય દરજી મહાસભા ગુજરાત પ્રદેશના પંચમહાલ જિલ્લા કારોબારી સમિતિ દ્વારા મધ્ય ગુજરાત કાર્યકર્તાનું સંમેલન રાખવામાં આવ્યું હતું જેમાં અધ્યક્ષ સ્થાને અખિલ ભારતીય દરજી મહાસભા ના રાષ્ટ્રીય મહાસચિવ અને ગુજરાત ના પ્રભારી હેમંતભાઈ ટેલર ઉપસ્થિત રહ્યા હતા અને મુખ્ય મહેમાન તરીકે ગુજરાત પ્રદેશ ના અધ્યક્ષ ઘનશ્યામભાઈ દરજી (કાલોલ) સહિત પ્રદેશ મહામંત્રી પરેશભાઈ ચૌહાણ(ગોધરા),પ્રદેશ સલાહકાર પી.કે રાઠોડ(ગોધરા),પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌરાંગભાઈ દરજી, પ્રદેશ કોષાધ્યક્ષ પ્રકાશભાઇ દરજી,આંતરિક ઓડિટર સતીષભાઈ ટેલર ઉપસ્થિત રહ્યા હતા. સંમેલન માં મધ્ય ગુજરાત ના તમામ જિલ્લા ના કાર્યકર્તા મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા અને મધ્ય ગુજરાત ના પંચમહાલ,મહીસાગર અને આણંદ એમ ૩ જિલ્લા ની કારોબારી જાહેર કરી હતી અને ત્રણેય જિલ્લા ના પ્રભારી અને પ્રમુખ નું સન્માન કરવા માં આવ્યું હતું અને દરજી સમાજ ના તમામ ગોડ,વાળા ને એક કરી ફક્ત દરજી તરીકે ની એકતા અને સંગઠન મજબૂત કરવા ઉપર અને વધુ માં વધુ આ રાષ્ટ્રીય સંગઠન માં દરજી ભાઈઓ બહેનો જોડાય તેવી મંચસ્થ મહાનુભાવો એ વીનંતી કરી હતી અને આવનારા ભવિષ્ય માં ૬૦૦૦ જેટલા કાર્યકર્તા ગુજરાત ભરમાંથી જોડી ને આ રાષ્ટ્રીય સંગઠન ને મજબૂત બનાવવા કટીબધ્ધતા બતાવી હતી.સમાજ ની દીકરી દીપુબેન વૈભવ કુમાર દરજી દ્વારા ખુબ જ સફળતાપૂર્વક સભા સંચાલન ની જવાબદારી નિભાવી હતી.










