
તા.૨/૮/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાની ઉપસ્થિતિમાં જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા વીંછીયા તાલુકાની અમરાપુર શૈક્ષણિક સંસ્થા ખાતે ઓગસ્ટ શનિવારે સવારે ૯.૦૦ થી ૫.૦૦ કલાક સુધી “સર્વરોગ નિદાન કેમ્પ”નું આયોજન કરવામાં આવ્યું છે.

આ કેમ્પમાં ડાયાબિટીસ, બ્લડપ્રેશર, હદય રોગ, ટી.બી., દમ, ફેફસાંના રોગના નિષ્ણાત જનરલ ફિઝીશ્યન, કાન-નાક-ગળાના નિષ્ણાત, સ્ત્રી રોગના નિષ્ણાત, દાંતના રોગના નિષ્ણાત, જનરલ સર્જન, ચામડી, આંખ, હાડકાના રોગના નિષ્ણાત અને ફિઝીયોથેરાપી વિભાગના તબીબો દર્દીઓની શારીરિક તપાસ કરી જરૂરી દવા અને સારવાર વિના મુલ્યે આપશે, આથી જાહેર જનતાને આ “સર્વરોગ નિદાન કેમ્પ”નો લાભ લેવા જિલ્લા વહીવટી તંત્રની યાદીમાં જણાવાયું છે.
[wptube id="1252022"]








