શ્રી રામ જન્મોત્સવ સમિતિ દ્વારા સાવરકુંડલામાં ભવ્ય રામનવમી શોભાયાત્રાનું આયોજન કરાયું હતું

સાવરકુંડલા,શ્રી રામ જન્મોત્સવ સમિતિ દ્વારા આયોજિત ભવ્ય શોભાયાત્રા આજે શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. રામનવમીના પવિત્ર પ્રસંગે યોજાયેલી આ શોભાયાત્રામાં ભગવાન શ્રી રામની ઝાંખીઓ દર્શાવતી અનેક ટુકડીઓએ ભાગ લીધો હતો.
શોભાયાત્રામાં ભગવાન શ્રી રામના રજવાડી રથ, ટ્રેક્ટર, ફૂલોથી સજ્જ ગાડીઓ, ડીજે, ઊંઘ ગાડી, ઘોડા અને ભજન મંડળોનો સમાવેશ થતો હતો. ભક્તોએ ભગવાન શ્રી રામના નામના જયકારા સાવરકુંડલા નગર ગુંજી ઉઠ્યો હતો
આ શોભાયાત્રાનો પ્રારંભ શહેરના પ્રખ્યાત સનાતન આશ્રમ ખાતેથી થયો હતો અને શહેરના મુખ્ય માર્ગો પર ફરીને પુનઃ રામજી મંદિરે પરત ફરી હતી. સમગ્ર શહેરમાં ભક્તિભર્યો માહોલ છવાઈ ગયો હતો.
આ પરંપરાગત શોભાયાત્રા છેલ્લા 41 વર્ષથી દર વર્ષે ભવ્ય રીતે યોજાઈ રહી છે. આ વર્ષે પણ સમગ્ર અમરેલી જિલ્લામાં 22 જેટલી શોભાયાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
સાવરકુંડલાના નગરજનો દ્વારા ભગવાન શ્રી રામ પર પ્રાર્થના કરવામાં આવી હતી કે તેઓ સૌ પર કૃપા કરે અને તેમના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, સંયમ અને વિવેક આપે. તેમ
શ્રી રામ જન્મોત્સવ સમિતિ, સાવરકુંડલા એક યાદીમાં જણાવે છે
રિપોર્ટર:યોગેશ ઉનડકટ સાવરકુંડલા અમરેલી










