

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૦૫/૦૯/૨૦૨૩
શિક્ષક દિનની ઉજવણીએ ગુરુ પ્રત્યેનું સન્માન પ્રદર્શિત કરવાનો અને ગુરુને માન આપવાનો એક દિવસ છે. ભારતમાં દર વર્ષે ૫.મી સપ્ટેમ્બરના રોજ આ દિવસની ઉજવણી કરાય છે.
સ્વતંત્ર ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મ દિવસને કાયમ માટે યાદગાર બનાવવા 5મી સપ્ટેમ્બરને શિક્ષક દિન તરીકે ઉજવવાનું નક્કી થયું હતું. તેમજ આદર્શ અને શિક્ષિત સમાજના નિર્માણ માટે શિક્ષક-ગુરૂઓની ભૂમિકા મહત્વની રહેલી છે. માતા-પિતા બાળકોનું શારીરિક ઘડતર કરીને પાલન-પોષણ કરે છે જ્યારે એક શિક્ષક બાળકનો માનસિક વિકાસ કરીને સારા નાગરિક બનાવી સમાજ ઘડતરમાં મહત્વનું યોગદાન આપે છે.
નેત્રંગ તાલુકામાં વિવિધ શાળાઓ ખાતે શિક્ષક દિનની ઉજવણીમાં કરવામાં આવી હતી. ત્યારે નેત્રંગ ટાઉનમાં આવેલ શ્રીમતિ એમ.એમ.ભક્ત હાઇસ્કૂલ, જી.એસ.એલ પબ્લિક સ્કુલ અને થવા સ્કુલ ખાતે પણ શિક્ષક દિનની ઉજવણીમાં નેત્રંગ પોલિસ સબ ઇન્સ્પેકટર આર.આર.ગોહિલ તેમજ પોલીસ જવાનોએ શિક્ષક દિનની ઉજવણીમાં ભાગ લઈ આ ઉપરોક્ત શાળાઓમાં ફરજ બજાવતા આચાર્ય અને શિક્ષકોનું તેમજ જે વિધાર્થીઓ શિક્ષકો બન્યા હતા તેઓનું પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો.








