MORBIMORBI CITY / TALUKOTANKARA

ટંકારા મામલતદાર દ્વારા વાઘજીભાઈ બોડાની પ્રતિમા હટાવવા અંગેના હુકમ થતાં ટંકારા તાલુકામાં વિરોધ વંટોળ.!!

ટંકારા તાલુકાના સહકારી આગેવાન શ્રી વાઘજીભાઈ બોડાને શ્રદ્ધાંજલિ આપવા અને તેમણે કરેલ સમાજ હિતના કામો માટે લગધીરગઢ ગામના નાગરિકો દ્વારા તેમની પ્રતિમા લગાવવામાં આવી હતી જેને દુર કરવા માટે બે દિવસ પુર્વે મામલતદાર દ્વારા હુકમ કરવામાં આવતા બાબતે ટંકારા તાલુકામાં વિરોધનો વંટોળ ઉભો થયો છે…

ટંકારા તાલુકાના સહકારી આગેવાન શ્રી વાઘજીભાઈ બોડા દ્વારા તાલુકા વિસ્તારમાં ઘણાં બધાં લોકહિતના અને ખેડૂતોના હિતમાં કામ કરેલ હોય જેથી તેઓ ટંકારા વિસ્તારમાં બહોળી લોકચાહના ધરાવતા હતા જેમના અવસાન બાદ ટંકારાના લગધીરગઢ ગામના નાગરિકો દ્વારા તેમની પ્રતિમા મુકવામાં આવી હતી, જેમાં તાજેતરમાં જ આ પ્રતિમાને દુર કરવાનો અણઘડ હુકમ કરવામાં આવતા ટંકારા વિસ્તારના નાગરિકોમાં વિરોધનો વંટોળ ઉભો થયો છે, જેમાં આ વિસ્તારમાં હજારો મોટા પ્રમાણમાં સરકારી જમીનોમાં દબાણો હોય છતાં તેને ન ગણકારી રાજકારણ પ્રેરીત આ પ્રતિમાને દુર કરવાના પ્રયાસો સામે નાગરિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે બાબતે આ વિસ્તારના ધારાસભ્ય, સંસદસભ્ય, કૃંભકો-ઈફકોના ચેરમેન, પુર્વ મંત્રી જયેશભાઇ રાદડીયા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં આ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું, છતાં ત્યારે કોઈ મુદ્દે તપાસ ન કરતાં લાંબા સમય બાદ આ મુદ્દે અણઘડ હુકમ થતાં આ મુદ્દો રાજકારણ પ્રેરીત હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું હોવાનું બહુમત નાગરિકોમાં ચર્ચાઇ રહ્યું છે….

[wptube id="1252022"]
Back to top button