GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ ના અંબાલા ગામે પાણી ભરવાની નજીવી બાબતે ભત્રીજાએ કાકા અને પિતરાઇ ભાઈ-બહેન ને માર માર્યો

તારીખ ૧૩/૦૩/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ પોલીસ મથકે રમણભાઈ ડાયાભાઈ વણકર નામના ૬૫ વર્ષીય વૃદ્ધ ની નોંધાવેલ ફરિયાદ ની વિગતો જોતા તેઓના ઘરે તેઓ તથા તેમનો દિવ્યાંગ પુત્ર શૈલેષ હાજર હતા અને પોતાના ઘરે નળમાં પાઈપ લગાવી પાણી ભરતા હતા તે સમયે તેમનો ભત્રીજો અજયભાઈ મગનભાઈ વણકર એ કહેલ કે મારા ઘરમાં પાણી જતું હતું તે કેમ બંધ કરી તમે પાણી ભરો છો તમે પાણી કેમ ભરવા દેતા નથી તેમ કહી માબેન સમાણી ગંદી ગાળો બોલી તેઓના દિવ્યાંગ પુત્ર શૈલેષ ને તથા નીતુબેન ને ગડદા પાટુ નો માર માર્યો હતો. કાકા છોડાવવા વચ્ચે પડતા ભત્રીજાએ કાકા ને પણ ગડદા પાટુ નો માર માર્યો હતો ભત્રીજા અજયે ટાઈલ્સ નો ટુકડો હાથમા લઈ પારૂલબેન ને માથા મા મારતા ચામડી કપાઈ જતા લોહી નીકળતુ હતુ પોતાના હાથે પહેરેલ ધાતુ નુ કડુ પણ માર્યું હતુ ઈજાગ્રસ્ત પારૂલબેન ને ૧૦૮ મારફતે કાલોલ રેફરલ હોસ્પિટલ મા દવા સારવાર માટે લાવી વધુ સારવાર માટે હાલોલની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જે બાબતની કાલોલ પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button