BANASKANTHA

સદરપુર પ્રાથમિક શાળામાં ભારત વિકાસ પરિષદ, ડીસા શાખા દ્વારા ગુરુ વંદન છાત્ર અભિનંદન કાર્યક્રમ યોજાયો

13 જુલાઈ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

સદરપુર ખાતે તારીખ 12 જુલાઈ 23 ના રોજ ડીસા તાલુકાની સદરપુર પ્રાથમિક શાળા ખાતે ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખા ,ડીસા દ્વારા ‘ગુરુ વંદન છાત્ર અભિનંદન’ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખા ડીસાના ટ્રસ્ટીશ્રી અમરતભાઈ પઢિયાર સાહેબશ્રી , મંત્રીશ્રી નિલેશભાઈ સોની, સંયોજક શ્રી રામસાભાઈ જાંગીડ તથા માજી બી.આર.સી. શ્રી પ્રવિણભાઈ સાધુની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો. બાળકોમાં ભારતીય સનાતન સંસ્કૃતિ અનુસાર અષાઢ સુદ પૂનમને વ્યાસ પૂર્ણિમા કે ગુરુપૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે.જીવનમાં સંસ્કારોનું સિંચન, માતા-પિતા અને ગુરુ દ્વારા થતું હોય છે. તેમના ઋણ સ્વીકાર અંતર્ગત ગુરુજી ને વંદન કરવામાં આવે છે. પ્રાચીન સમયમાં ઋષિમુનિઓના આશ્રમમાં રહી શિષ્ય જ્ઞાન મેળવતા હતા. શિષ્ય જ્ઞાન દ્વારા પોતાનું તથા સમાજ અને દેશના હિતમાં કાર્યો કરી ગુરુનું નામ ઉજજવળ કરતાં હતા.પ્રાચીન પરંપરા અનુસાર ગુરુનું સ્થાન ખૂબ ઊંચું હોય છે જે આપણા જીવનમાં અજ્ઞાન રુપી અંધકાર દૂર કરી જ્ઞાન રુપી પ્રકાશ આપે છે.બાળકોના જીવનમાં પણ સંસ્કારોનું સિંચન થાય તે હેતુથી સૌ પ્રથમ છાત્ર દ્વારા ગુરુજીનું કંકુ તિલકથી પૂજન કરી મોં મીઠું કરાવવામાં આવ્યું.છાત્રોનું પણ પૂજન કરવામાં આવ્યું. આ પ્રસંગે શાળાના શ્રેષ્ઠ શિક્ષકનું સન્માન તથા શ્રેષ્ઠ છાત્ર અભિનંદન અંતર્ગત શાળાના ઉત્સાહી અને ઇનોવેટિવ તથા ડીસા તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતા શિક્ષક શ્રી રાહુલકુમાર કિશોરભાઈ મોદી નું પ્રશસ્તિ પત્ર તથા ઇનામ આપી સન્માન કરવામાં આવ્યું. તેમજ કિશનસિંગ અજમલસિંગ સોલંકી તથા મિતાબેન વલમસિંગ સોલંકી ધોરણ આઠના છાત્રોને અભિનંદન પ્રશસ્તિ પત્ર તથા ઇનામ આપી અભિનંદન આપવામાં આવ્યા. આ પ્રસંગે ટ્રસ્ટીશ્રી અમરતભાઈ પઢિયાર દ્વારા પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. તથા પધારેલ મહાનુભાવોએ ગુરુ મહિમા,ભારતીય સંસ્કૃતિ તથા જીવનમાં સદગુણો વિકસે તે અનુરૂપ પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય શ્રી રાજેશકુમાર સુતરિયા દ્વારા પધારેલ મહેમાનોનું સમસ્ત સદરપુર પ્રાથમિક શાળા પરિવાર વતી શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે સમગ્ર સ્ટાફ ગણ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો.આ અંંગે વિનોદભાઈ બાંડીવાળા એ જણાવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button