DEVBHOOMI DWARKAKHAMBHALIYA

ખંભાળિયા તાલુકાના આ.દેવળીયા ગામ ખાતે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” યોજાઈ

માહિતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા

        દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના આ.દેવળીયા ગામ ખાતે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” યોજાઈ હતી. આ.દેવળીયા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચતા કુમકુમ તિલક કરી સ્વાગત કરાયું હતું.

        કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકોને મળે તેમજ આ યોજનાઓની મહત્તમ જાણકારી મળી રહે તેવા આશય સાથે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભ્રમણ કરી રહી છે. જેના ભાગરૂપે આ. દેવળીયા ખાતે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો.

        આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

        ઉપરાંત લાભાર્થીઓએ “મેરી કહાની, મેરી જુબાની” હેઠળ પોતાને મળેલા યોજનાકીય લાભો વિશેના પ્રતિભાવો રજૂ કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોએ રથના માધ્યમથી વિકાસની ઝાંખી રજૂ કરતી ફિલ્મ પણ નિહાળી હતી અને કાર્યક્રમનાં અંતે  ‘વિકસિત ભારત’ માટે પ્રતિજ્ઞા લીધી હતી.

[wptube id="1252022"]
Back to top button