
6-સપ્ટેમ્બર.
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ
પાંચ સપ્ટેમ્બર ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને દ્વિતીય રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ જન્મ દિવસ નિમિત્તે
ભુજ કચ્છ :- શ્રી એસ.એસ.પી.એ હાઇસ્કુલ, નિરોણા મધ્યે શાળાના આચાર્યશ્રી ડો. વિષ્ણુભાઈ ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ સ્વયં શિક્ષક દિન હર્ષભેર ઉજવવામાં આવ્યો હતો. જેમાં આચાર્યની ભૂમિકા ધોરણ 12 ની વિદ્યાર્થીની આયર રૂપલ ભામું તેમજ ઉપ આચાર્યની ભૂમિકા વાઘેલા કરણસિંહ જાલુભા એ નિભાવી હતી. શાળામાં પટ્ટાવાળા થી લઈને આચાર્ય સુધીની દરેક ભૂમિકા ધોરણ 9 થી 12 ના 25 વિદ્યાર્થી દ્વારા નિભાવવામાં આવી હતી. આમ, શાળાનું સમગ્ર સંચાલન વિદ્યાર્થીઓ દ્વારા જ કરવામાં આવ્યું હતું. દિવસની શરૂઆત પ્રાર્થના સભાથી કરી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષણ કાર્ય કરાવવામાં આવ્યું હતું. શિક્ષણ કાર્ય બાદ આચાર્ય અને શિક્ષક બનેલા વિદ્યાર્થીઓએ પોતાના અનુભવ વ્યક્ત કર્યા હતા જ્યારે સોઢા દુર્ગાબા અને પઠાણ હાજિયાણી દ્વારા શિક્ષક દિન વિશે વક્તવ્ય રજૂ કર્યું હતું અંતે શાળાના આચાર્યશ્રી ડો. વિષ્ણુભાઈ ચૌધરી દ્વારા શિક્ષક બનેલા તમામ વિદ્યાર્થીઓને અભિનંદન આપવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધોરણ 10 ની વિદ્યાર્થીની ગરવા કંચને કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવામાં સમગ્ર શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી.