ટંકારા તાલુકાની મેઘપર ઝાલા પ્રા. શાળામાં વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ ‘રંગબહાર’નું આયોજન કરવામાં આવ્યું

હર્ષદરાય કંસારા ટંકારા: ટંકારા તાલુકાની મેઘપર ઝાલા પ્રાથમિક શાળામાં વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ ‘રંગબહાર’નું આયોજન કરવામાં આવ્યું

મેઘપર ઝાલા પ્રાથમિક શાળાના વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ નો પ્રારંભ પ્રાથના થી કરાયેલ. આચાર્ય રોહિતભાઇ ચીકાણી એ મહેમાનો નું સ્વાગત કરી શાળા ની માહીતી આપેલ.આ કાર્યક્રમ, શાળાના વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાના આશયથી બાળ સાંસ્કૃતિક ઉત્સવનું આયોજન કરાયું હતું. જેમાં ગુજરાતની સંસ્કૃતિની ઝાંખી કરાવતો સંસ્કૃતિ કાર્યક્રમ રંગબહાર વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓએ તલવાર રાસ સહિતના અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને ઉપસ્થિત લોકો સામે પોતાનું કૌશલ્ય પ્રદર્શિત કર્યું હતું.

આ પ્રસંગે સન્માન સમારોહ માં મેઘપર ઝાલા ગામના ગૌરવ એવા પોલીસ અને મીલીટરી માં દેશ સેવામાં ફરજ બતાવતા કર્મચારીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, કાંતિલાલ અમૃતિયા અને પૂર્વ ધારાસભ્ય લલીતભાઈ કગથરા ઉપસ્થિત રહ્યા હતા. આચાર્ય રોહિતભાઇ ચીકાણી તથા શિક્ષકો મનસુખભાઇ, હેતલબેન, જાનકીબેન, જાગૃતિબેન, રસ્મિતાબેન વિગેરે એ જહેમત ઉઠાવેલ. વિધાર્થી ઓ દ્વારા રજુ કરાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમ ને પ્રોત્સાહિત કરવામાં આવેલ.









