
વાંસદા- ચીખલીના ધારાસભ્ય અનંતભાઈ પટેલ દ્વારા ધન્વંતરિ ટ્રસ્ટ આઈ હોસ્પિટલને એમ્બ્યુલન્સ ફાળવાઈ.
વાંસદા- ચીખલીના ધારાસભ્ય અનંતભાઈ પટેલ દ્વારા ધારાસભ્યની ગ્રાન્ટમાંથી રૂપિયા દસ લાખ ફાળવી ધન્વંતરિ ટ્રસ્ટ આઈ હોસ્પિટલને ઓક્સિજન સભર એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવી.
વાંસદા તાલુકામાં આવેલ ધન્વંતરિ ટ્રસ્ટ આઈ હોસ્પિટલને
વાત્સલ્યમ્ સમાચાર 
પ્રિતેશ પટેલ -વાંસદા
વાંસદા- ચીખલીના ધારાસભ્ય અનંતભાઈ પટેલ દ્વારા પોતાની ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ઓક્સિજન અને સુવિધા સભર એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવી હતી. વાંસદા તાલુકામાં આંખના દર્દીઓને તેમજ વાંસદા તાલુકાના દર્દીઓને તાત્કાલિક એમ્બ્યુલન્સની સગવડ મળી રહે એના માટે સુવિધા પૂર્ણ એમ્બ્યુલન્સ વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંતભાઈ પટેલએ પોતાની ગ્રાન્ટમાંથી દસ લાખ રૂપિયા ફાળવીને ધન્વંતરિ ટ્રસ્ટને એમ્બ્યુલન્સની ફાળવી આપી હતી. આ પ્રસંગે ધન્વંતરિ ટ્રસ્ટના સભ્યો ઘનશ્યામભાઈ, રવુભાઈ પાનવાળા, રમેશભાઈ શાહ મુંબઈ તેમજ અન્ય ટ્રસ્ટીઓ સાથે સાથે વાંસદા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નિકુંજભાઈ, વાંસદા તાલુકાના કોંગ્રેસ આગેવાનો તેમજ એસોસિએશનના પ્રમુખ મનુભાઈ, ઈલયાસભાઈ અને અન્ય આગેવાનો સાથે લોકાર્પણ કર્યું હતું.






