
કોઝવે ની જગ્યા પર પુલ બનાવવા માટે અગાઉ સાંસદ સભ્ય અને ધારાસભ્યને મૌખિક રજૂઆત કરાઈ હતી.
વાત્સલ્યમ્ સમાચાર
અંબાલાલ પટેલ – ચીખલી
વાંસદા તાલુકાના ચાપલધરા ગામ તાલુકા નુ વિકસિત અને વસ્તી વિસ્તારની દ્રષ્ટિએ મોટું ગામ છે. જ્યારે ચાપલધરા ગામમાંથી કાવેરી નદી પસાર થાય છે. જ્યારે ગામ માંથી પસાર થતી નદી નાં કારણ થી ગામમાં બે ભાગ કરે છે.ત્યારે ચાપલધરા ગામનું મીંઢોળ ફળિયુ કે જેની ૧૦૦ ટકા આદિવાસી વસ્તી ૨૦૦૦ હજાર કરતા વધુ છે. ત્યારે આ આદિવાસી વસ્તી નદીને સામે પાર આવેલ છે. આ કાવેરી નદી પર વડીયા ઓવારે ૨૫ વર્ષ અગાઉ લો લેવલ કોઝવે બનાવવામાં આવેલ છે. ત્યારે વર્ષથી ચોમાસામાં વધુ વરસાદના દિવસો દરમિયાન આ કોઝવે ડૂબી જતો હોય છે. જેને કારણે સતત ચાર પાંચ દિવસ સુધી વાહન વ્યવહાર અટકી જાય છે.જેને પરિણામે શાળા કોલેજ ના વિદ્યાર્થીઓ ખેડૂતો દૂધ ઉત્પાદકો પશુપાલકો નોકરીયાતો ને પસાર થવામાં મુશ્કેલી પડે છે.તેમજ વધુ પુર ના કારણે દર વર્ષે આ કોઝવે ધોવાઈ જાય છે. જેને પગલે ચોમાસા બાદ તરત જ રીપેરીંગ ની જરૂર પડે છે. જ્યારે આ કોઝવે ગત વર્ષે હજારો રૂપિયાના ખર્ચે મરામત કરાવેલ હતો. જ્યારે ગત વર્ષે જ ચોમાસા દરમિયાન ફરી ધોવાયને નષ્ટ થઈ ગયેલ છે. ત્યારે તંત્ર તરફથી રીપેરીંગ ન થવાને કારણે પંચાયત દ્વારા હાલ તો હાર્ડ મોરમ નાખી કામ ચલાવવામાં આવે છે.ત્યારે સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ આ વર્ષે પણ ફરી રીપેરીંગ માટે લાખો રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. પરંતુ ચોમાસામાં આ રીપેરીંગ ટકશે કે કેમ? તો દર વર્ષે મરામત પાછળ લાખો રૂપિયા ના ખર્ચ ને બદલે લોકોને ઉપયોગી એવો પુલ બનાવવા માં આવે એ લોક માંગણી ઉઠવા પામી છે. ત્યારે ઊંચાઈવાળા પુલ માટે ગામ દ્વારા વર્ષો જૂની રજૂઆતો અને માંગણી હોવા છતાં કોઈ નક્કર પરિણામો મળતા નથી. ત્યારે ગામ લોકો દ્વારા વર્ષો થી આ પૂલ બાબત અનેક રજુવાતો કરી છે. ત્યારે હાલ આ કોઝવે ખૂબ બેસુમાર હાલતમાં જોવા મળે છે. ત્યારે ચોમાસું નજીક માં હોય ત્યારે તંત્ર શું પગલાં લેશે એ જોવું રહ્યું.
બોક્સ.૧
આ કોઝવે બાબત માં ગામ ના લોકો દ્વારા વલસાડ-ડાંગ નાં સાંસદ સભ્ય શ્રી ને અનેક વાર મૌખિક રજૂઆત કરી છે. જ્યારે અગાઉ ધારાસભ્ય ની ચૂંટણી સમયે પણ જાણ કરી હતી. એ પહેલા જિલ્લા પંચાયત ની ચૂંટણી સમયે તો તંત્ર ના હોદેદારોએ એમ જણાવ્યું હતું કે તમારો નવો પૂલ બની જશે. ત્યારે હાલ અમારા ગ્રામ જનો આ કોઝવે પર પૂલ ની આશા એ બેઠાં છે.
:- તેજસસિંહ પરમાર (યુવા કાર્યકર, ચાપલધરા)
બોક્સ:૨
ચાપલધરા ગામ થી મીંઢોળ ફળિયા ને જોડતો કોઝવે પર પૂલ ની હાલ વધું જરૂરિયાત છે.કારણ કે ગામના લોકો ના અવરજવર માટે ખૂબ ઉપયોગી અને ખાસ ચીખલી વાંસદા માર્ગ ને જોડતાં માર્ગ પર આ કોઝવે આવેલ છે. જે દર ચોમાસા માં વઘુ વરસાદના કારણે ડૂબી જતો હોય છે.
બોકસ:૩
આ કોઝવે બાબતે અમારા ગામ લોકો દ્વારા ઉચ્ચ સ્તરીય રજૂઆતો કરી છે. જ્યારે હું ડે. સરપંચ તરીકે અને અમારા સાથી મિત્ર સરપંચશ્રી સતત આ બાબત એ કટિબંધ છે. ત્યારે અમારી ગ્રામ પંચાયત ની બીજી બોડીના સભ્યો વિકાસના કામો માં અવરોધ ઉભો કરવાની જગ્યાં પર વિકાસ લક્ષી કામો કરે એ હાલ જરૂરી છે.
:- હેમંતસિંહ પરમાર (ડે. સરપંચ, ચાપલધરા)






