GUJARATMORBITANKARA

ટંકારાના જબલપુર રોડ પર પાણી બગાડવા જેવી નજીવો બાબતે મારકૂટઃ ફરિયાદ નોંધાઈ

ટંકારાના જબલપુર રોડ પર પાણી બગાડવા જેવી નજીવો બાબતે મારકૂટઃ ફરિયાદ નોંધાઈ

 

ટંકારાના જબલપુર રોડ ઉપર ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતા રણજીતાબેન સંજયભાઈ સવસાણીએ આરોપી મુકેશ ચંદારાણા તથા ડોલીબેન મુકેશભાઈ ચંદારાણા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી: તા.૩ સપ્ટેમ્બરના રોજ રણજીતાબેન પોતાના ઘર પાસે આવેલ પાણીના ટાંકા પાસે કપડા ધોતા હતા તે વખતે આરોપી મુકેશ રણજીતાબેનને “પાણી ઓછું બગાડો” તેમ કહ્યું હતું. જ્યારે રણજીતાબેન એ આરોપી મુકેશને કહેલ કે “હું પાણી નથી બગાડતી કપડા ધોવ છું” તેમ કહેતાની સાથે જ આરોપી મુકેશ તથા તેમના પત્ની ડોલીબેન ઉશ્કેરાય જઇ રણજીતાબેનને ગાળો આપી ઢીકાપાટુનો મુંઢમાર મારી વાળ પકડી જમીન પર પછાડી દીધા હતા. જ્યારે સંજયભાઇ તથા ખોડુભાઇ આરોપી ડોલીબેનને તેના ઘર પાસે સમજાવવા જતા આરોપી ડોલીબેનએ ઘરમાંથી તલવાર કાઢી બહાર આવતા ખોડુભાઇએ તેમની પાસેથી તલવાર છીનવી લેતા તથા ફરીયાદી તથા સાહેદોને આરોપીઓએ ગાળો આપતા તથા આરોપી ડોલીબેનએ રણજીતાબેને મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર રણજીતાબને આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button