NAVSARIVANSADA

વણારસી અને દુબળ ફળિયાને જોડતું ગરનાળું નીચું હોય સામાન્ય વરસાદમાં પણ ડૂબી જતા ભય

વાત્સલ્યમ્ સમાચાર

પ્રિતેશ પટેલ વાંસદા

વણારસી અને દુબળ ફળિયાને જોડતું ગરનાળું નીચું હોય સામાન્ય વરસાદમાં પણ ડૂબી જતા ભય

 

વાંસદા મુખ્ય મથકથી 4 કી. મી. દૂર આવેલા વણારસી અને દુબળ ફળિયા ગામને જોડતું ગરનાળું અતિશય નીચું હોવાને કારણે સામાન્ય વરસાદમાં પણ ડૂબી જાય છે. જેના લીધે રસ્તા પરથી પસાર થતા લોકો અને વાહનચાલકો વારંવાર ભારે મુશ્કેલીમાં મૂકાતાં હોય છે. વાંસદા તાલુકા મુખ્ય મથક થી રાણીફળિયા વણારસીમાંથી પસાર થઇ દુબળફળિયા, કંડોલ પાડા લીમઝર જેવા અનેક ગામોને જોડતા રસ્તામાં વણારસી ગામે આ ડુબાઉ નાળું આવેલ છે. જ્યાં વર્ષોથી ચોમાસાની ઋતુમાં આ નાળું પાણી માં ગરક થઈ જતું હોય છે ત્યારે અનેક લોકો, રાહદારીઓ વાહનચાલકો રખડી પડે છે અને પાણી ઓસરી જાય ત્યાં સુધી રાહ જોવા મજબૂર બને છે. સામાન્ય વરસાદમાં પણ ગાળાનાં રસ્તા ઉપરથી પાણી પસાર થઈ જાય છે અને વરસાદ વધતાં જોત જનતામાં ગરનાળું કોતરના વહેણ માં ગરક થઈ જાય છે. વધુ પડતાં વરસાદમાં તો કલાકો સુધી અવર જવર સ્થગિત થઈ જાય છે. હાલ ચોમાસું બેસવા માટે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તંત્ર સવેળા જાગે અને ડુબાઉ નાળાની ઊંચાઈ વધારવામાં આવે તો આજુબાજુમાં આવતા 8 થી 10 ગામોના લોકોની મુશ્કેલીઓનો અંત આવી શકે તેમ છે. આ રસ્તો લીમઝર, કંડોલપાડાથી ચીખલી મુખ્ય માર્ગને જોડતો રસ્તો હોય મોટી સંખ્યામાં વાહનો અને રાહદારીઓની અવર જવર થતી રહે છે. ત્યારે સવેળા જાગી વહીવટી તંત્ર આ બાબતે કાર્યવાહી કરે તે હાલના સમયે અત્યંત જરૂરી બન્યું છે.

[wptube id="1252022"]
Back to top button