KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકા ની જેતપુર શાળામાં પતંગોત્સવની ઉત્સાહભેર થયેલી ઉજવણી.

તારીખ ૧૩ જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ

કાલોલ તાલુકાની જેતપુર પ્રાથમિક શાળામાં દર વર્ષની જેમ શાળાના શિક્ષકો દ્વારા શાળાના તમામ બાળકોની સાથે મળી પતંગ બનાવવાની પ્રવૃત્તિ કરવામાં આવી હતી તથા શિક્ષકો દ્વારા દરેક બાળકોને પતંગોનું વિતરણ કરવામાં આવ્યું હતું.બાળકોને ઉત્તરાયણના પર્વ દરમિયાનમાં રાખવાની સાવચેતી બાબતે શાળાના આચાર્ય જગદીશભાઈ મકવાણા દ્વારા સમજ આપવામાં આવી હતી. તથા ચાઈનીઝ દોરી ન વાપરવા સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો.શાળાના શિક્ષકો મુકેશભાઈ પટેલ અને કિંજલબેન વરિયા દ્વારા ખૂબ જ ખૂબ જ ઉસ્તાહ ના વાતાવરણમાં બાળકો સાથે પતંગોત્સવની ઉજવણી કરી હતી.

[wptube id="1252022"]
Back to top button