
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ
પ્રાપ્ત વિગતો અનુસાર સૃષ્ટિનાં સર્જનનો પ્રથમ દિવસ એટલે ગુડી પડવાનો પર્વ.ચૈત્ર શુક્લ પ્રતિપદાનો શુભારંભ અને પ્રકૃતિની નવી રચનાઓની શરૂઆત એટલે ગુડી પડવોની માન્યતા ચાલી આવી છે.
રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લાનાં વઘઇ,આહવા,સુબિર તથા શામગહાન ખાતે મરાઠી સમાજનાં લોકો દ્વારા ગુડી પાડવા પર્વની હર્ષો ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.ગુડી પડવોનું પર્વ એટલે મરાઠી લોકોનું નૂતન વર્ષ આ દિવસે દરેક મરાઠી સમાજનાં લોકો પોતાના ઘર ઉપર વહેલી સવારે ગુડી બાંધે છે.ડાંગ જિલ્લામાં પણ ગુડી પડવાનાં પર્વ નિમિત્તે લોકોએ ગુડીનાં શણગારમાં એક મોટી લાકડી,સાડી ,લીમડાનાં પાંદડા ,હારડા,અને હાર વડે શણગારીને ઘર ઉપર બાંધી હતી.બપોરનાં સમયે આ ગુડીને ઉતારીને તેની પૂજા અર્ચના કર્યા બાદ અને નેવદય આપીને ભોજન કર્યું હતુ.ડાંગ જિલ્લામાં મરાઠી સમાજે ગુડી પડવાનાં પર્વ નિમિત્તે ઘરમાં સારી વાનગીઓ બનાવીને એક બીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.ડાંગ જિલ્લાનાં આહવા નગરમાં મરાઠી સમાજ દ્વારા નગરમાં રેલી યોજી નુતનવર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.જ્યારે ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં અમુક જગ્યાએ ગુડી પડવાનાં પર્વ નિમિત્તે દેવ કાઠી એટલે લાકડી પર લાલ કપડુ તેમજ તેના પર મોર પીંછ બાંધી પૂજા અર્ચના કરી હતી.ડાંગ જિલ્લામાં વસવાટ કરતા મરાઠી સમાજ અને ડાંગવાસીઓએ આજરોજ ગુડી પડવા પર્વની હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી કરી હતી…





