NAVSARINAVSARI CITY / TALUKO

નવસારી જિલ્લામાં શ્રમયોગીઓને મતદાન માટે સવેતન રજા

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ- નવસારી
મદદનીશ નિયામક ઔદ્યોગિક સલામતિ અને સ્વાસ્થ્ય તથા નોડલ અધિકારી (માઇગ્રેટરી ઇલેકટરોલ) નવસારીની યાદીમાં જણાવે છે કે, આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી તા.૦૭/૦૫/૨૦૨૪ ને મંગળવારના રોજ યોજાનાર છે,  જે તમામ નોંધાયેલા મતદારો કે જેઓ કારખાનાધારા ૧૯૪૮ હેઠળ ધી બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન વર્કસ (રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ કન્ડીશન ઓફ સર્વિસ એકટ-૧૯૯૬) હેઠળ નોંધાયેલ દુકાનો, સંસ્થા અને કોઇપણ  વ્યાપાર ધંધામાં કામ કરતાં, શ્રમયોગીઓ મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે શ્રમયોગીઓને લોકપ્રતિનિધિત્વ ધારા મુજબ સવેતન રજા આપવાની રહેશે.
<span;>આ જોગવાઇ અનુસાર રજા જાહેર કરવાના કારણે સંબંધિત શ્રમયોગીઓ/કર્મચારીના પગારમાંથી કોઇ કપાત કરવાની રહેશે નહિ. રજાના કારણે જો શ્રમયોગી/કર્મચારી પગાર મેળવવાનો હકક ન ધરાવતો હોઇ તેવા સંજોગોમાં જે તે વ્યકિત રજા જાહેર ન થઇ હોય અને જે પગાર મળવાપાત્ર થતો હોઇ તેટલો પગાર ચૂકવવાનો રહેશે.  જે મતદારની ગેરહાજરીથી જોખમ ઉભુ થવા સંભવ હોય અથવા જે વ્યવસાય અને રોજગાર સાથે સંકળાયેલ હોય તે રોજગારમાં મોટા પ્રમાણમાં નુકશાન થવા સંભવ હોય તેવા કિસ્સામાં અથવા સતત પ્રક્રિયાવાળા કારખાનામાં કામ કરતાં શ્રમયોગીઓ/કર્મચારીઓ તેમના મત આપવાનો અધિકારી ભોગવી શકે તે માટે ફરજના સમયમાંથી મતદાનના સમયગાળા દરમિયાન ત્રણ થી ચાર કલાક મતદાન માટે સવેતન રજા આપવાની રહેશે. મતદાનના દિવસે તા..૦૭/૦૫/૨૦૨૪ ના રોજ આ બાબતે ફરિયાદ નિવારણ માટે જિલ્લાકક્ષાના કન્ટ્રોલરૂમ- મદદનીશ નિયામક, ઔદ્યોગિક સલામતિ અને સ્વાસ્થ્ય, સી બ્લોક, ત્રીજો માળ, જિલ્લા સેવા સદન, જુનાથાણા, નવસારી (ફોન નંબર ૦૨૬૩૭- ૨૩૦૭૪૫) પર સંપર્ક કરવા જણાવાયું છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button