
વાત્સલ્ય સમાચાર આસીફ મહીસાગર
મહીસાગર કલેક્ટર ભાવિન પંડ્યાની બદલી થતાં લુણાવાડા ખાતે વિદાય સમારંભ યોજાયો
મહીસાગર જિલ્લાના કલેક્ટર ભાવિન પંડ્યાની જામનગર કલેકટર તરીકે બદલી થતાં તેમના માનમાં વિદાય સમારંભનું આયોજન ગઈ કાલે સાંજે લુણાવાડા ફોર સીઝન હોટલ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિદાય લઇ રહેલા કલેક્ટર ભાવિન પંડ્યાને શ્રીફળ, સાકર આપી શાલ ઓઢાડી શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે પૂર્વ કલેક્ટર ભાવિન પંડ્યા પોતાના કાર્યકાળના સંસ્મરણો વાગોળતા જણાવ્યું કે, મહીસાગર જિલ્લાની લાગણીશીલ પ્રજાને નતમસ્તક વંદન કરી અહીંથી વિદાય લઇ રહ્યો છું. આ જિલ્લાના લોકો સરકારી તંત્રને ખૂબ આદર અને સન્માન આપે છે. આ જિલ્લામાં કામ કરવાના આત્મસંતોષ સાથે અહીંથી જઇ રહ્યો છું.
[wptube id="1252022"]