NAVSARIVANSADA

વાંસદા તાલુકાના કેલિયા ડેમ માં નવા નીરનું પૂજન કરવામાં આવ્યું.

વાંસદા તાલુકાના કેલિયા ડેમ માં નવા નીરનું પૂજન કરવામાં આવ્યું.

વાત્સલ્યમ્ સમાચાર
પ્રિતેશ પટેલ વાંસદા

નવસારી જિલ્લાના માં આવેલ વાંસદા તાલુકાના કેલિયા ગામ ખાતે આવેલ કેલિયા ડેમ એ ખેડૂતો માટે જીવા દોરી સમાન છે. ત્યારે આ ડેમ નું પાણી ખેડૂતો માટે ખૂબ ઉપયોગી નીવડે છે. જ્યારે પાણી ના સ્થરો પણ ઉચા રહે છે.

 

વાંસદા તાલુકા માં કેલીયા ગામ ખાતે કેલીયા ડેમ લગભગ સવારે ચાર વાગ્યે સંપૂર્ણ ઓવર થતા વાંસદા તાલુકા ભાજપ સંગઠનના પ્રમુખ મુકેશભાઈ પટેલ, વાંસદા તાલુકા પંચાયતના પ્રમુખ શાંતુભાઇ ગાંવિત, નવસારી જિલ્લા ભાજપ મહામંત્રી ગણપતભાઈ માહલા, નવસારી જિલ્લા યુવા મોરચાના ઉપપ્રમુખ ડો વિશાલ પટેલ, વાંસદા તાલુકા પંચાયતના શાસક પક્ષના નેતા બીપીન માહલા,વાંસદા તાલુકાના કર્મનિષ્ઠ કાર્યકર્તા ભુપેન્દ્ર પટેલ, વાંસદા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ દશરથભાઈ, વગેરે આજુબાજુ ગામના આગેવાનો મળી કેલીયા ડેમના નવા નીરના પૂજા કરી વધામણા કરવામાં આવ્યા હતા. જેમાં નવસારી જિલ્લા ભાજપ યુવા મોરચા પ્રમુખ ડોક્ટર વિશાલ પટેલે જણાવ્યું હતું કે આ વર્ષે પાણીની આવક સારી થઈ છે, જેથી વાંસદા અને ચીખલી તાલુકાના ગામો માંડવખડક, કાકડવેલ, વેલણપુર, સારવણી, ઘોડથલ ગોડવણી, મિયાઝરી, સુખાબારી, વાઘાબારી, વગેરે ગામોના ખેડૂતોને ઉનાળુ પાક મેળવવા માટે કેલીયા ડેમનુંપાણી આશીર્વાદ રૂપ બની રહેશે.જ્યારે આ ડેમ નું પાણી ખેડૂતો માટે સારો પાક મેળવશે અને પાણીની તંગીનો સામનો ના કરવો પડશે એવી ભાવના વ્યક્ત કરી હતી.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button