
18 જૂન વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
કાંકરેજ તાલુકામાં તોફાની પવન ફૂંકાઈ રહ્યો છે,તો બીજી બાજુ ભારે વરસાદ વરસી રહ્યો છે.આ વચ્ચે તાલુકામાં વાવાઝોડાએ વિનાશ નોતર્યો છે.મળતી માહિતી મુજબ કાંકરેજ તાલુકાના માનપુરા નવા (ઉણ) ખાતે ભરવાડ શંકરભાઈ ચેલાભાઈ ના ખેતરમાં તાજેતરમાં ઢોરોના તબેલા માટે સાડાત્રણ લાખ ના ખર્ચે ૨૦૦ ફૂટ નો ૧૦ ફૂટ ઊંચો બનાવેલ વરંડો વરસાદ અને વાવાઝોડાથી ધરાસાઈ થતા કોઈ જાન હાની કે માલ હાની થઈ નથી જેથી પરિવારે હાશકારો અનુભવ્યો છે.જાખેલમાં પણ વાવાઝોડા ના કારણે કાચા મકાનો,તબેલા,વૃક્ષો અને વીજળીના થાંભલાઓને ખુબ મોટા પાયે નુકસાન થયેલ છે સતત ૨ દિવસ થી લાઈટ બંધ પણ છે.ગામના મેઈન રોડ અને ખેતરો ના રસ્તા માં પાણી ભરાઈ જવાથી અવર હાલ ઠપ થઈ જવા પામી છે એમ એડવોકેટ દિલીપભાઈ બુકેલીયાએ જણાવ્યું હતું.થરા જુનાગામ તળમાં રહેતા ગુજરાતમાં લોકસાહિત્યકાર ક્ષેત્રે જેમનું નામ પર એવા દીપકભાઈ જોષી ના પિતા જોષી નારણભાઈ છોટાભાઈ (થરેચા) ના મકાનની પાછળના ભાગે દીવાલ ધરા થતા મકાનના પતરા ઉડી જતા ભારે નુકશાન થવા પામ્યું છે.દિપક જોષી ના જણાવ્યા મુજબ પરિવાર સહી સલામત છે.જોકે સરકારશ્રીના આદેશ અનુસાર અમારો પરિવાર ત્રણ દિવસથી બીજા મકાનમાં સિફટ થયા હતા.આભાર માનીએ છીએ ભગવાન અને સરકારશ્રીનો જેઓના આદેશનું પાલન કરતા અમારો પરિવાર સહી સલામત છે.એક સાહિત્યકાર તરિકે લોકોને અપીલ કરૂં છું કે સરકારશ્રી ના ગાઈડ લાઈનનું પુરેપુરુ પાલન કરજો.મારા મકાનના સમાચાર સાંભળી થરા સ્ટેટમાજી રાજવી એવમ નગર પાલિકા પ્રમુખ પ્રુથ્વીરાજસિંહ વાઘેલાએ ટેલોફોનિક ચર્ચા કરતા સાંત્વના આપી હતી.ભક્તિ નગર સોસાયટીમાં રસ્તાઓ ઉપર તથા તખતપુરા વિસ્તારમાં પાણી ભરાતા પાલિકા પ્રમુખ સ્ટાફ સાથે તાત્કાલિ સ્થળ ઉપર આવી પાણીનો નિકાલ કરાવતા રહીશોએ હાશકારો અનુભવ્યો હતો.થરા યુ.જી.વી.સી.એલ.ના ભાવેશભાઈ પ્રજાપતિ સહિત હેલ્પર ખડે પગે રહી નિષ્ઠા પૂર્વક ફરજ બજાવી રહ્યા છે નટવર.કે.પ્રજાપતિ એ જણાવેલ હતું.