NAVSARI

નવસારી: મિશન મંગલમ યોજનાઓ થકી મધ્યમ વર્ગીય પરીવારો આર્થિક રીતે પગભર બની રહયાં છે.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ નવસારી રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન થકી નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના જય જ્લારામ સખી મંડળની બહેનોએ શૂન્યમાંથી સર્જન કરી આત્મનિર્ભર નારીથી આત્મનિર્ભર ગુજરાતની પરિકલ્પનાને સાચા અર્થમાં સાકાર કરી છે . જય જલારામ સખી મંડળના પ્રમુખશ્રી ભાવનાબેન પટેલ અને અન્ય બહેનો વર્ષ ૨૦૧૬ થી મિશન મંગલમ યોજના સાથે જોડાયા છે. મિશન મંગલમ યોજના દ્વારા વિવિધ સહાય મેળવવા સાથે સાડીભરત, સિલાઈકામ અને ચોકલેટ જેવી લઘુઉધોગ સંબંધિત વસ્તુઓની તાલીમ લઇ વર્ષોથી આવક મેળવી રહ્યું છે.
જય જલારામ સખી મંડળના પ્રમુખશ્રી ભાવનાબેન પટેલ તેમના મંડળની સાફલ્યગાથા કહેતાં કહ્યું કે સાત વર્ષથી સતત અમારું મંડળ પ્રગતિ કરે છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સ્ટાફ દ્વારા અમને અમારી ચીજવસ્તુઓનું વેચાણ થાય અને અમને વેંચાણ નું પ્લેટફોર્મ મળી રહે તે માટે અમને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ માટે તાલીમ પણ આપવામાં આવી છે. સાત વર્ષ પહેલા અમારે કોઇ આવક ન હતી. આજે સખી મંડળની આ યોજના થકી અમે પગભર થયા છીએ. જય જલારામ સખી મંડળ વર્ષ-૨૦૨૨ માં ચોકલેટ બનાવવાની તાલીમ લઇ વિવિધ પ્રકારની ચોકલેટ બનાવી ઓર્ડર લઇ વેચાણ કરે છે. ઓર્ડર મુજબ ચોકલેટ બનાવીને વેચાણ કરી આર્થિક રીતે પગભર બન્યા છે. સરકારશ્રીની મિશન મંગલમ યોજનાનો લાભ લઇ પરિવારને પણ મદદરૂપ બની રહયાં છે. સાથે સાથે જય જલારામ સખી મંડળના પ્રમુખશ્રી ભાવનાબેન પટેલ મંડળમાંથી ઉપજાવેલ આવકમાંથી આસપાસની ૨૦ જેટલી બહેનોને નજીવા દરે સિવણની તાલીમ આપી આર્થિક રીતે પગભર બનાવી રહયાં છે તેમની આ પહેલ મહિલા સશકિતકરણ ક્ષેત્રમાં મોટું યોગદાન છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર બહેનોની પ્રગતિ થાય અને મહિલાઓનું કલ્યાણ થાય તે માટે ગરીબી રેખા નીચે જીવતા પરિવારના સભ્યોને સખીમંડળો સ્વસહાય જૂથોમાં સંગઠીત કરી તેમને બેંકો સાથે અને લઘુધિરાણ જોડી, સુવ્યવસ્થિત પ્રક્રિયા દ્વારા કૌશલ્ય તાલીમ અને માર્કેટીંગ જોડાણ આપી કાયમી આજીવિકા સાથે જોડીને ગરીબીમાંથી બહાર લાવવા મિશન મંગલમ યોજના ખૂબ જ લાભદાયી છે.

[wptube id="1252022"]
Back to top button