

મારી માટી મારો દેશ કાર્યક્રમ અંતર્ગત આજરોજ શિનોર તાલુકા મથકે આવેલ જે સી પટેલ સાર્વજનિક હાઇસ્કુલ ખાતેથી શિનોર તાલુકા પંચાયત પ્રમુખ સચિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં દેશભક્તિના ગીતો સાથે ભવ્ય કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કળશ યાત્રા શિનોર નગરના જાહેર માર્ગો પર ફરી હતી.જેમાં મોટી સંખ્યામાં નગરજનોએ કળશમાં પવિત્ર માટી નાખી દેશભક્તિની ભાવના દર્શાવી હતી.શિનોર જે સી પટેલ સાર્વજનિક હાઈસ્કુલ ખાતેથી નીકળેલી કળશ યાત્રામાં શિનોર મામલતદાર મુકેશ શાહ,શિનોરના ડેપ્યુટી સરપંચ નીતિનભાઈ ખત્રી,ભાજપ ના કાર્યકરો,સ્થાનિક વેપારીઓ અને મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા.
ફૈઝ ખત્રી.. શિનોર
[wptube id="1252022"]









