MALIYA (Miyana)માળીયા પીપળીયા ચોકડી પાસે બાઇક અને અન્ય વાહન સાથે અકસ્માત સર્જાયો

માળીયા પીપળીયા ચોકડી પાસે બાઇક અને અન્ય વાહન સાથે અકસ્માત સર્જાયો
માળિયા તાલુકામાં ગતરાત્રિના બાઈક પર સવાર થઈને પસાર થતા એક જ પરિવારના પાંચ સદસ્યોને પીપળીયા ચોકડી પાસે અજાણ્યા વાહને ઠોકરે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો
મૃતક મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ માળિયાના વવાણીયા ગામે રહેતા 35 વર્ષીય કલ્પેશભાઈ ખુશવા તેમના ધર્મપત્ની 28 વર્ષીય લક્ષ્મીબેન ખુશવા તેમના સંતાનો 2 વર્ષીય શુભમ, 3 વર્ષીય ખુશી અને 5 વર્ષીય પરી સાથે મોટરસાયકલ પર સવાર થઈને પીપળીયા ચોકડી થી વવાણીયા ગામે જતા હતા. એ સમયે રાત્રિના કોઈ અજાણ્યું વાહન પૂર ઝડપે આવ્યું હતું. અને તેણે મોટરસાયકલને ઠોકરે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતને પગલે શુભમ અને ખુશીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. તો કલ્પેશભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને તેમને સારવાર દરમિયાન ખસેડવામાં આવ્યા. પરંતુ ગંભીર ઇજાઓને પગલે સારવાર મળે એ પૂર્વે જ કલ્પેશભાઈનું મોત નીપજ્યું હતું. જ્યારે લક્ષ્મીબેન અને તેમની પુત્રી પરી પણ આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા હતા અને પ્રાથમિક સારવાર અર્થે તેમને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા. હાલ માતા પુત્રી બંને સારવાર હેઠળ છે.આ મામલે માળીયા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.








