
તા.૧૦/૧૧/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
“અમૃત મિત્ર” તરીકે જોડાયા સ્વસહાય જૂથના ૫૦ મહિલા સભ્યો
Rajkot, jetpur: જેતપુર નવાગઢ નગરપાલિકા દ્વારા “જલ દિવાલી કાર્યક્રમ” અંતર્ગત સ્વ સહાય જુથની બહેનોએ ખીરસરા રોડ ખાતે કાર્યરત WTP – વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત લીધી હતી.

આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા અમૃત ૨.૦ અભિયાન હેઠળ રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન સાથે મળીને “વુમન ફોર વોટર, વોટર ફોર વુમન” નામની પહેલ શરૂ કરવામાં આવેલ છે. આ પહેલ હેઠળ રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન (દીનદયાલ અંત્યોદય યોજના-નેશનલ અર્બન લાઇવલીહુડ મિશન -DAY-NULM) યોજના હેઠળ કાર્યરત સ્વસહાય જૂથના ૫૦ મહિલા સભ્યોને “અમૃત મિત્ર” તરીકે જોડવામાં આવ્યા હતા.

વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત દરમિયાન ઘરોમાં સ્વચ્છ અને સુરક્ષિત પીવાના પાણી અંગેની વિવિધ પ્રક્રિયાની સમજ બહેનોને પૂરી પાડવામાં આવી હતી તેમજ પાણી ગુણવતાની પરીક્ષણ પ્રક્રિયા વિશે શિક્ષિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં અગ્રણીશ્રીઓ રમાબેન મકવાણા, બિંદીયાબેન મકવાણા, રામભાઈ મકવાણા, જેતપુર નગરપાલિકા સ્ટાફગણ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.









