KHERGAMNAVSARI

ચીખલી ઢોલુમ્બર ગામે દૂધ ડેરીમાં સંગઠન ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સખી મંડળના આગેવાનોનું સન્માન કરાયું.

વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ચીખલી ઢોલુમ્બર ગામે દૂધ ડેરીમાં સંગઠન ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સખી મંડળના આગેવાનોનું સન્માન કરાયું.
નારી શક્તિ મહિલા ચેરિટેબલ ટ્રસ્ટ,સીતાપુર,વાંસદા દ્વારા મહિલા સંચાલિત દૂધ ઉત્પાદક મંડળી,ઢોલુમ્બર,ચીખલી ખાતે પ્રમુખ પાર્વતીબેન ઠાકોરભાઈ પટેલ,ઉપપ્રમુખ સીતાબેન રાજેશભાઈ અને મંત્રી મીનાક્ષીબેન રણજીતભાઇ તેમજ કમિટી સભ્યો દ્વારા સખીમંડળ અને સમાજ નિર્માણ તેમજ સંગઠન ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર વિવિધ મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું જેમાં ઘોડવણી ગામના બહેનો દ્વારા તુર વગાડી અને સીતાપુર,ઢોલુમ્બર,નવતાડના બહેનોએ આદિવાસી નૃત્ય તેમજ મહિલા સંગઠનનું ગીત ગાઇ આકર્ષણ ઉભું કરવાના આવેલ હતું.કાર્યક્રમમા મુખ્ય મહેમાન તરીકે સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડો.પ્રદીપભાઈ ગરાસિયા,મંત્રી ઠાકોરભાઈ, નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ પટેલ,ડો.દિવ્યાંગી પટેલ,ઉત્તમભાઈ,જયમતિબેન દેસાઈ,નીતાબેન પટેલ,નયનાબેન વસાવા,માજી સરપંચ દિવાળીબેન,ડેપ્યુટી સરપંચ દીપકભાઈ,પંચાયત સભ્યો હેમાંગીનીબેન,અંબાબેન વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.કાર્યક્રમમા મુખ્યમહેમાનો દ્વારા મહિલાઓની ઉત્કૃષ્ટ કામગીરીઓને બિરદાવી હતી અને સંગઠન મજબૂત બનાવવા અંધશ્રદ્ધા અને પરસ્પર મનમોટાવ બંધ કરવા અનુરોધ કર્યો હતો.કાર્યક્રમને સફળ બનાવવા દૂધ ડેરીના પ્રમુખ વર્ષાબેન,મંત્રી શીતલભાઈ સહિત સંચાલકો દ્વારા ભારે મહેનત કરવામા આવેલ હતી.

[wptube id="1252022"]
Back to top button