
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ નવસારી
નવસારી જિલ્લામાં ચાલુ વર્ષ ૨૦૨૩-૨૪ દરમ્યાન ગુજરાત સરકારશ્રી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ, G–૨૦ અને વિશ્વ મહિલા દિવસ અંતર્ગત સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત આયોજીત જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી નવસારી દ્વારા જિલ્લા કક્ષા સીનિયર સીટીઝન (૬૦ વર્ષથી ઉપર) બહેનો માટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એથ્લેટીક્સ ૪ યોગાસન ૪ ચેસ ૪ રસ્સાખેંચ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમા કુલ ૧૧૩ જેટલી મહિલાઓએ ઉત્સાહ પુર્વક ભાગ લીધો હતો. વર્ષની ઉપરની મહિલાઓએ વિવિધ સ્પર્ધાઓમાં કૌશલ્ય, જોશ અને ઉમંગ સાથે રમતોત્સવને માણ્યો હતો. સ્પર્ધાઓમાં વિજેતા ખેલાડીઓને મેડલ અને સર્ટીફિકેટ આપી સન્માન કરવામાં આવ્યા હતા તેમ જીલ્લા રમત વિકાસ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું.
[wptube id="1252022"]



