
ટંકારામાં ફ્રી અગ્નિકકર્મ સારવાર કેમ્પ યોજાશે.
ટંકારામાં સ્વ. ઉષાબેન રવિચંદ જેસ્વાણી ના સ્મરણાર્થે હિતમ ચેરીટેબલ ટ્રસ્ટ અને NIMA MORBI જીલ્લા દ્વારા શુક્રવારે એક દિવસીય ફ્રી અગ્નિનકમૅ સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે

તા.૫-૧-૨૦૧૪ ને શુક્રવારે સવારે 12:00 થી 3:00 કલાક સુધી “વેદ હોસ્પિટલ” – નીરવ ડેરી વાળી શેરી, લક્ષ્મીનારાયણ સોસાયટી શેરી નંબર 5, ટંકારા ખાતે એક દિવસીય ફ્રી અગ્નિકર્મ સારવાર કેમ્પ યોજાશે. જેમાં ડો. ચિરાગ વિડજા અને ડો. વિશાલ વિસોડીયા દર્દીઓને નિઃશુલ્ક તપાસી નિદાન કરી ફ્રી અગ્નિકર્મ સારવાર આપશે.
અગ્નિકર્મ સારવારથી ઢીંચણનો દુઃખાવો, કમરનો દુઃખાવો, ગરદનનો દુઃખાવો, સ્નાયુનો દુઃખાવો, ગાદી-નસની તકલીફ એડીનો દુઃખાવો, ફ્રોઝન શોલ્ડર, ટેનીસ એલ્બો, સાયટીકા (રાંઝણ), માઇગ્રેઇન-આધાશીશી જેવા રોગમાં તાત્કાલિક રાહત મળે છે. અગ્નિકર્મ થી દુઃખાવામાં ખૂબ ઝડપથી રાહત – દુઃખાવામાં લાંબા ગાળાની રાહત થાય છે. આ સુરક્ષિત અને આડઅસર વિનાની ઝડપી સારવાર છે.
કેમ્પનો લાભ લેવા રજીસ્ટ્રેશન ફરજિયાત કરવાનું રહેશે – ફક્ત વોટ્સએપ મેસેજ કરવો. ડૉ. હાર્દિક જેસ્વાણી M: 92288 00108
કેમ્પનો મહત્તમ લાભ લેવા શ્રી સાગર રવિચંદ જેસ્વાણી (ટ્રસ્ટીશ્રી, હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટ) અને ડો. હાર્દિક રવિચંદ જેસ્વાણી (પ્રમુખશ્રી, NIMA મોરબી) એ યાદીમાં જણાવ્યું છે








