
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
નવસારી છાપરા રોડ ઉપર સવારે ટ્રક ચાલકે ગફલતભરી હંકારી મોટર સાયકલ સવાર યુવતીને અડફેટમાં લેતા ઘટના સ્થળે મોત નિપજયુ હતું.
પ્રાપ્ત માહિતી મુજબ સવારે નવસારીના છાપરા ગામ ખાતે રહેતી દિવ્યાબેન સુરેશભાઈ રાઠોડ ઉ.વર્ષ 20 પોતાની મોટર સાઇકલ પર નવસારી છાપરા રોડ ખાતે આવેલ પરમેશ ડાયમંડ ખાતે નોકરી પર જઈ રહી હતી. આ દરમિયાન છાપરા રોડ પર આવેલ રત્નાકર સોસાયટી પાસે ટ્રક કન્ટેનર નં MH 43 BG 5964 ના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી,મોટર સાયકલ યુવતીને અડફેટ લેતા ટ્રકના પૈન્ડા યુવતીના શરીર પરથી ફરી વળતાં ઘટના સ્થળે યુવતીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ અકસ્માતની જાણ પોલીસને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ટ્રક ચાલક મોહંમદ અહેસાનની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
[wptube id="1252022"]



