JAMNAGARJAMNAGAR CITY/ TALUKO

માં શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ બજરંગપુર અને ચાંગાણી – સાંગાણી દ્વારા યોજાયો કારકિર્દી માર્ગદર્શન સેમીનાર અને તેજસ્વી તારલાઓ સન્માન સમારોહ.

જામનગર જિલ્લા બજરંગપુર મુકામે માં શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ – બજરંગપુર અને ચાંગાણી સાંગાણી પરિવાર દ્વારા પરિવાર નાં કુળદેવી માં ખોડલ નાં સાનિધ્યમાં ધોરણ 10 અને ધોરણ 12 સાયન્સ અને કોમર્સ માં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માઘ્યમિક શિક્ષણ બોર્ડ ની લેવાયેલ પરીક્ષા માં સારા માર્કસ સાથે પાસ થયેલ પરિવાર નાં વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો ને ભવિષ્યમાં પોતાની કારકિર્દી બનાવી જીવનમાં આગળ વધવા અને જીવનમાં સફળતા મેળવવા માટેનું જરૂરી માર્ગદર્શન આપવા ખાસ ગણપત યુનિવર્સિટી માંથી ખાસ ડો.નીલેશસર ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.આ પ્રસંગે માં શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી મગનભાઈ ચાંગાણી,પરેશભાઈ ચાંગાણી  ચંદુભાઇ સાંગાણી,મનીષભાઈ સાંગાણી , રાજેશભાઇ ચાંગાણી,જીતુભાઈ ચાંગાણી,સતિષભાઈ સાંગાણી,રસિકભાઈ ચાંગાણી અશોકભાઈ ચાંગાણી, મહેન્દ્રભાઈ સાંગાણી,હિરેનભાઈ ચાંગાણી, ભાણજીભાઈ ચાંગાણી,ગોપાલભાઈ સાંગાણી, યોગેશભાઈ ચાંગાણી,જીજ્ઞેશભાઈ ચાંગાણી, તથા ચાંગાણી સાંગાણી પરિવાર નાં કારોબારી સમિતી નાં સભ્યોએ ખુબજ જહેમત ઉઠાવી આ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.અને વિદ્યાર્થીઓને તેમના  માતા પિતા ને સાથે રાખી  ગિફ્ટ અને ટ્રોફી આપી હતી અને સન્માનિત કર્યા હતા.વિદ્યાર્થીઓની  સફળ કારકિર્દી માટે માં ખોડલ નાં આશીર્વાદ લીધા હતા.આ કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ અંતર્ગત પોતાના જુદા જુદા પ્રશ્નો પૂછી જરૂરી માર્ગદર્શન મેળવ્યું હતું.સમગ્ર કાર્યક્રમ સંચાલન નું ટ્રસ્ટ નાં સહ મંત્રી શ્રી મનીષભાઈ,જીતુભાઈ , સૌ ટ્રસ્ટીઓ,અને સમગ્ર પરિવારે  કર્યું હતું.કાર્યક્રમ નાં અંતે ટ્રસ્ટ નાં મંત્રી શ્રી ચંદુભાઈ સાંગાણી એ ઊપસ્થિત સૌ નો આભાર વ્યક્ત કરી કાર્યક્રમ ને પૂર્ણ જાહેર કર્યો હતો.

[wptube id="1252022"]
Back to top button