
વાત્સલ્યમ્ સમાચાર
અંબાલાલ પટેલ – ઉનાઈ
ઉનાઈ થી પદમડુંગરી સુધી ઉનાઈના KGF જિમ તેમજ વ્યારા વનવિભાગના ઉનાઈ રેન્જના સંયુક્ત ઉપક્રમે સાઇકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં KGF જીમના ઓનર મયુર પટેલ અને ઉનાઈ રેન્જના આર.એફ.ઓ રુચિબેન દવે દ્વારા સાઇકલ રેલીનું સુંદર આયોજન કરી સાઇકલ રેલીનું ઉનાઈ થી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા જેમાં ઉનાઈની આજુબાજુના ગામોના જેમકે ઉનાઈ,ભીનાર,કેળકચ્છ,વહેવલ, ઉમરા, વલવાડા જેવા ગામોના યુવાનોએ સાઇકલ રેલીમાં ભાગ લીધો હતો KGF ના ઓનર મયુર પટેલ તેમજ ઉનાઈ રેન્જના આર.એફ.ઓ દ્વારા સાઇકલ રેલીનું આયોજન કરી યુવાનોને સંદેશ પાઠવ્યો હતો કે આજના યુગમાં બદલાતી જીવનશૈલી અવનવી ખાણીપીણીના કારણે યુવાનોમાં મેદસ્વીતાનું પ્રમાણ વધી રહ્યું છે તેમજ સ્વાસ્થ્યને લઈ યુવાનો બેદરકારી દાખવી રહ્યા છે જેને કારણે નાની ઉંમરે કસરતના અભાવે શરીરમાં અનેક રોગો ઘર કરે છે જેથી યુવાનોએ સ્વાસ્થ્યને લઈ જાગૃત થવાની જરૂર છે તેમજ હાલના તબ્બકે એક્સરસાઇઝ તેમજ સાઈકલિંગ કરવાથી સાવસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાથી છુટકારો મળે છે અને સ્વાસ્થ્ય પણ સારું રહે છે આ રેલીમાં નિવૃત પ્રાંત અધિકારી મહેશભાઈ ચૌધરી, મુક્તારભાઈ મેમણ,બીટ ગાર્ડ નરેશભાઈ ડાભી તેમજ KGF જીમના સભ્યો અને મોટી સંખ્યમાં યુવાનોએ ભાગ લીધો હતો.