GUJARATHALOLPANCHMAHAL
હાલોલ:વી.એમ શાળા ખાતે યોજાયેલ અખિલ ભારતીય રમતોની સ્પર્ધામાં સરસ્વતી વિદ્યા મંદિર શાળાની બે ટીમ કબ્બડીની સ્પર્ધામાં વિજેતા થઈ

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૨૯.૮.૨૦૨૩
67મી અખિલ ભારતીય રમતોની સ્પર્ધા હાલોલ ગોધરા રોડ પર આવેલ વી.એમ શાળા ખાતે યોજવામાં આવી હતી.જેમાં સરસ્વતી વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓએ U -14 માં બે ટીમ અને U -17 માં એક ટીમે ભાગ લીધો હતો જેમાં U-14 માં એક અને U-17 માં એક એમ બંને માંથી એક એક ટીમ વિજેતા થયેલ હોવાથી સરસ્વતી વિદ્યા મંદિર પરિવારના પ્રમુખ,ટ્રસ્ટ્રી તેમજ અંગ્રેજી માધ્યમના પ્રિન્સિપાલ પટેલ અમિતભાઈ તથા ગુજરાતી માધ્યમના પ્રિન્સિપાલ જીગ્નેશભાઈ તથા શાળાના પી.ટી ટીચર રાજેન્દ્રભાઈ પરમાર તથા તમામ શિક્ષકોએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે સરસ્વતી વિદ્યામંદિર શાળા એક પછી એક સિદ્ધિઓ મેળવતી રહી છે.

[wptube id="1252022"]









