
મોરબી અને ટંકારા ખાતે ૫૧ સૂર્યનમસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તારીખ ૧૪ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ મોરબી, આલાપ પાર્ક ખાતે “૫૧ સૂર્યનમસ્કાર” કાર્યક્રમનું સુંદર આયોજન કરાયેલ. જેમાં મોરબી અને વાંકાનેર થી પણ યોગ સાથે જોડાયેલ વ્યક્તિઓ હાજર રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને ત્રણ વખત સામુહિક ઓમકાર ના ઉચ્ચારણ દ્વારા કરાયેલ. ત્યારબાદ સામુહીક રીતે ૫૧ વખત સૂર્યનમસ્કાર બધા ઉપસ્થિત યોગીજનો દ્વારા કરાયેલ.
કાર્યક્રમમાં હાજર રહેલ આલાપ પાર્ક સોસાયટીમાંથી દીપેશભાઈ ઘોડાસર, માનસી બેન, મીનાબેન માકડિયા (પતંજલિ), યોગ કોચ દિપાલીબેન આચાર્ય (વાંકાનેર) પણ ઊપસ્થિત રહેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા મોરબી જિલ્લા યોગ કોર્ડીનેટર વાલજી પી. ડાભી તથા યોગ ટ્રેનરોએ ખૂબ જહેમત ઉઠાવેલ.

વાલજીભાઈ ડાભી દ્વારા આગામી 12 ફેબ્રુઆરી 2023 ના રોજ યોજાનાર “સામુહિક સૂર્યનમસ્કાર સ્પર્ધા 2023” વિશે માહિતી અપાયેલ અને ઉપસ્થિત રહેલ દરેક યોગી ભાઈ બહેનોનો આભાર વ્યક્ત કરાયેલ. કાર્યક્રમના અંતે મકરસંક્રાંતિની ઉજવણી સાથે મળીને કરેલ.








